સ્પેશિયલ ફિચર્સ

દિલ્હી-મુંબઈને પાછળ છોડીને અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન, જાણો આ પાછળનું કારણ…

કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન ભારતમાં અને એમાં ગુજરાતના ગૌરવશાળી શહેર અમદાવાદ ખાતે થવાનું છે. ગ્લાસગો ખાતે યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સની ફેડરેશનની 74મી જનરલ એસેમ્બલીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો સિટીને પાછળ મૂકીને અમદાવાદ ખાતે આટલું મોટું આયોજન થાય ત્યારે સવાલ થાય એ સ્વાભાવિક છે કે આખરે આવું કેમ? આજે આ સ્ટોરીમાં આપણે આ પાછળના વિવિધ કારણો વિશે જાણવાનો પ્રયાસ કરીશું.

2010 બાદ આ બીજી વખત છે કે જ્યારે ભારત કોમનવેલ્થ ગેમ્સને હોસ્ટ કરશે. 2010માં દિલ્હી ખાતે આ કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ હતી, પરંતુ આ વખતે ગુજરાતના અમદાવાદ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. છેલ્લાં 10 વર્ષમાં અહીંયા હાઈટેક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતના અમદાવાદ ખાતે સૌથી મહત્વનો સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ છે, જ્યાં હાઈટેક એક્વાટિક્સ સેન્ટર, આધુનિક ફૂટબોલ સ્ટેડિયમ અને બે મોટા ઈન્ડોર એરેના બનાવવાની તૈયારીમાં છે. સાથે સાથે 3000 ખેલાડીઓ રહી શકે એવું ગેમ્સ વિલેજનું નિર્માણ પણ અહીં કરવામાં આવશે.

આ સિવાય અમદાવાદનું નામ આવે એટલે આંખો સામે આવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. આ સ્ટેડિયમની ક્ષમતા એક લાખથી વધુ દર્શકોની છે. આ સિવાય શહેર થોડાક વર્ષમાં ઈન્ટરનેશનલ લેવલની વિવિધ ગેમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જેમાં કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ, એશિયન એક્વાટિક્સ ચેમ્પિયનશિપ અને એએફસી અંડર 17 એશિયા કપ ક્વાલિફાયરનો સમાવેશ થાય છે. આ જ કારણસર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદ ખાતે સફળતાપૂર્વક થશે એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

વાત કરીએ મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં આટલું મોટું આયોજન કરવાનું છોડીને ગુજરાતના અમદાવાદ ખાતે કેમ થયું એની તો મુંબઈ અને દિલ્હી પહેલાંથી જ હાઈ ડેન્સિટી મેટ્રો સિટીઝ છે. આવું કોઈ પણ મોટું આયોજન શહેરને ઠપ્પ કરી શકે છે. અમદાવાદ ખાતે નવા સ્પોર્ટ્સ એન્ક્લેવ, મોટા સ્ટેડિયમ, નવા નવા હોટેલ, બેસ્ટ રોડ નેટવર્ક અને મેટ્રો નેટવર્કનો ઓપ્શન ઉપલબ્ધ છે. આ સિવાય ગુજરાતના રેકોર્ડની વાત કરીએ તો તે કોઈ મોટા મોટા પ્રોજેક્ટ સમયસર ડિલીવર કરવાનો છે.

મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં મોટા મોટા આયોજન કરવામાં આવે તો બંને શહેરો પર વધારાનું દબાણ આવે છે અને જનજીવન ઠપ્પ થવા લાગે છે કે ગતિ મંદ પડવા લાગે છે. આ સિવાય આ બંને શહેરોની સરખામણીએ અમદાવાદ ખાતે ટ્રાફિકની સમસ્યા પણ પ્રમાણમાં ઓછી છે. આ બધા કારણોસર સીડબ્લ્યુજીને પણ ભરોસો છે કે અમદાવાદ સમયસર આ જવાબદારી પૂરી કરીને સફળતાપૂર્વક કોમનવેલ્થ ગેમ્સ હોસ્ટ કરી શકશે.

આ પણ વાંચો…2030ની કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાશે, અમદાવાદના નામની સત્તાવાર જાહેરાત

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button