સ્પેશિયલ ફિચર્સ

લગ્ન બાદ છોકરીઓ આ વસ્તુઓ સર્ચ કરે છે ગૂગલ પર

સર્વેમાં થયો ચોંકાવનારો ખુલાસો…

આજકાલ આપણે કોઈ પણ સમસ્યા હોય કે મૂંઝવણ હોય… દરેકનું સમાધાન મેળવા માટે આપણે ગૂગલ બાબાને શરણે જઈએ છીએ. ગૂગલ પાસે પણ આપણા તમામ ચિત્ર-વિચિત્ર સમસ્યાઓનું સમાધાન પણ હોય જ છે. હાલમાં જ એક રિપોર્ટમાં નવી નવી પરણેલી છોકરીઓ લગ્ન પછી ગૂગલ પર શું સર્ચ કરે છે એ વિશે ચોંકાવનારો ખુલાસો થયો હતો.
નવોઢાઓ એવી અનેક વાતો જાણવા માંગે છે કે જે એમણે પહેલાં ક્યારેય નહોતી કરી અને એનો ઉકેલ મેળવવા માટે તેઓ ગૂગલ કરે છે. ચાલો આજે અમે અહીં તમને જણાવીએ કે આખરે છોકરીઓ એવું તે શું સર્ચ કરે છે એ વિશે-

⦁ યુવતીઓ ગૂગલ પર પતિ અને તેના પરિવારના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એ જાણવા માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે. એટલું જ નહીં પણ તેઓ એ વિશે પણ જાણવા ખૂબ જ ઉત્સુક હોય છે કે ઓછા સમયમાં તેઓ કઈ રીતે પરિવારનો મહત્ત્વનો હિસ્સો બની શકે છે. તેમને એ વાત જાણવામાં પણ ખૂબ જ રસ હોય છે કે તે પોતાના પરિવારની જવાબદારી કેવી રીતે ઉઠાવી શકે છે.


⦁ નવોઢાઓ એ વાત પણ જાણવામાં રસ ધરાવે છે કે તેમણે એવું તે શું કરવું જોઈએ કે જેને કારણે તેમના પતિ તેમની તરફ આકર્ષાય?


⦁ જ્યારે કોઈ પણ છોકરી લગન કરીને સાસરે જાય છે ત્યારે ઘરની પૂરી જવાબદારી ઉઠાવે છે અને ત્યાર બાદ પરિવારને સંભાળવાનું અઘરું થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં તેઓ એમાંથી બહાર કઈ રીતે આવવું એ વિશે સર્ચ કરે છે.


⦁ છેલ્લે કદાચ તમને આ વાત સાંભળીને હસવું આવી જશે, પણ કેટલીક નવોઢાઓ પોતાના પતિને કઈ રીતે પોતાના વશમાં કે કન્ટ્રોલમાં રાખી શકાય એ વિશે પણ જાણવા માટે ઉત્સુક હોય છે. વાત જાણે એમ છે કે જે મહિલાઓ એવું માને છે કે તેમના પતિ તેમની વાત જ સાંભળે છે એવી મહિલાઓ આ પ્રકારના સવાલોમાં ખૂબ જ રસ લે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button