સ્પેશિયલ ફિચર્સ

Aishwarya Rai-Bachchan માટે Abhishek Bachchan એ કર્યું કંઈક એવું કે… યુઝર્સે કહ્યું સંસ્કાર હૈ ભાઈ…

છેલ્લાં કેટલાક સમયથી બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પોપ્યુલર કપલ ગણાતા ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે બધું ઠીક નથી ચાલી રહ્યું. વચ્ચે તો એવી વાતો પણ સાંભળવા મળી રહી હતી કે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લેશે, પરંતુ બચ્ચન પરિવારની રહેણી-કરણીને જોતા આ વાત તો શક્ય નથી લાગી રહી. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં અભિષેકે ઐશ્વર્યા માટે એવું કામ કરતો જોવા મળી રહ્યો છે કે નેટિઝન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહ્યા. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું અભિષેકે-

આ પણ વાંચો : ગોળીબાર અને ધમકી બાદ Salman Khanના ફેન્સ માટે આવ્યા મહત્વના સમાચાર…

Click the photo and see the video instagram

વાઈરલ થઈ રહેલો વીડિયો હાલનો જ છે જ્યારે અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે ન્યુયર મનાવીને પાછા ફર્યા હતા. આ સમયે ત્રણેય જણ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એરપોર્ટ પરથી બહાર નીકળીને ઐશ્વર્યા, આરાધ્યા અને અભિષેક જેવા કાર પાસે પહોંચે છે એટલે અભિષેક એક જેન્ટલમેનની જેમ ઐશ્વર્યા માટે કારનો દરવાજો ખોલે છે.

આ વીડિયો જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. અભિષેક અને ઐશ્વર્યા આ સમયે એકદમ ખુશ દેખાઈ રહ્યા હતા અને સતત મીડિયા અને પેપ્ઝ સાથે વાતો કરતાં જોવા મળ્યા હતા. આરાધ્યા બચ્ચન પણ મમ્મી-પપ્પા સાથે ખૂબ જ હેપ્પી મૂડમાં દેખાઈ રહી છે. આ વીડિયો પર યુઝર્સ લાઈક અને કમેન્ટ્સ કરતાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : તો આ કારણે બીગ બી ઉત્તર દિશા તરફ મોઢું રાખીને જમવા બેસે છે…!

વાઈરલ થઈ રહેલાં વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે અભિષેકને કેમેરામેન શું

શું હરકત કરી શકે છે એની જાણ છે (લોકો અંદર ઘૂસી જાય છે.) બીજા એક યુઝરે લખ્યું હતું કે ભાઈ સંસ્કાર કહેવાય આને… નેટિઝન્સ વીડિયો પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. યુઝર્સને આ રીતે લાંબા સમય બાદ ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાને સાથે જોઈને એકદમ ખુશ થઈ ગયા હતા. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો-
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્ન પર ઐશ્વર્યા રાય-બચ્ચન અને બચ્ચન પરિવાર અલગ અલગ પહોંચ્યા હતા ત્યારથી જ બંનેના ડિવોર્સની અફવાઓ સામે આવી રહી હતી. પરંતુ બચ્ચન પરિવારના ઈતિહાસ પર નજર કરીએ તો અત્યાર સુધીમાં આ પરિવારમાં એક પણ ડિવોર્સ કેસ ફાઈલ નથી થયો એટલે ઐશ્વર્યા અને અભિષેક ડિવોર્સ લેવાને બદલે અલગ અલગ રહેવાનું વધારે પસંદ કરશે, એવી અટકળો પણ ફેન્સ લગાવી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button