મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

કરિના અને રણબીરનો ભાઈ આદર જૈન કરશે ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન…

કપૂર ખાનદાનમાં ફરી એક વખત શહેનાઈના સૂર રેલાવવા જઈ રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રણબીરની પિતરાઈ ભાઈ આદર જૈન ટૂંક સમયમાં જ તેની ગર્લફ્રેન્ડ અલેખા અડવાણી સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આદર જૈને ગયા વર્ષે જ દિવાળી સમયે અલેખા સાથેની તેની રિલેશનશિપ કન્ફર્મ કરી હતી. એટલું જ નહીં પણ આદરે પોતાની લેડી લવને લગ્ન માટે પ્રપોઝ કરતી ખૂબ જ રોમેન્ટિક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા અને આ ફોટોએ તેના ચાહકોમાં હલચલ મચાવી દીધી હતી. આદર જૈનની ભાવિ દુલ્હન કોણ છે એના વિશે જાણવા માટે યુઝર્સ ખૂબ જ આતુર છે.

આ પણ વાંચો : Nitu Singh નહીં પણ હરનીત કૌર છે Ranbir Kapoorની માતા… જાણો કોણ છે આ હરનીત કૌર?

આદર જૈને અલેખાને દરિયા કિનારે પ્રપોઝ કર્યું હતું, જેની તસવીરો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આદર જૈને અલેખાને પ્રપોઝ કરવા માટે ઢળતી સાંજ પસંદ કરી હતી અને બીચ પરની રેતીમાંથી એક મોટું હૃદય બનાવ્યું, તેને ગુલાબની પાંખડીઓ અને સુંદર રોશનીથી શણગાર્યું, ઘૂંટણિયે બેસીને અલેખાને લગ્ન માટે પ્રપોઝ કર્યું. આ તસવીરો શેર કરતી વખતે આધારે કેપ્શનમાં લખ્યું – ‘મારો પહેલો ક્રશ, મારો શ્રેષ્ઠ મિત્ર અને હવે મારું બધું જ.’ આ ફોટો પર કોમેન્ટ કરીને યૂઝર્સ આધાર જૈનને અભિનંદન આપી રહ્યા છે.

આદરની આ એનાઉન્સમેન્ટ બાદ લોકોમાં અલેખા કોણ છે એ જાણવાની તાલાવેલી જોવા મળી રહી છે. અલેખા વિશે વાત કરીએ તો, તે મુંબઈ સ્થિત એન્ટરપ્રેન્યોર છે. અલેખાએ 2016માં ન્યૂયોર્કની કોર્નેલ હોટેલ સ્કૂલમાંથી ગ્રેજ્યુએશન કરીને કન્સલ્ટિંગ ફર્મ ડેલોઇટમાં હોસ્પિટાલિટી કન્સલ્ટન્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. થોડા વર્ષો સુધી લોસ એન્જલસમાં ડેલોઈટમાં કામ કર્યા બાદ, તે મુંબઈ પાછી આવી અને મુંબઈમાં સોહો હાઉસમાં ઓપરેશન ફોકસ્ડ બેઝ કામ કર્યું હતું. આખરે 2020માં તેણે ‘વે વેલ’ લોન્ચ કર્યું, જે એક વેલનેસ ઓરિયેન્ટેડ કમ્યુનિટી છે. જેના હેઠળ સેમિનાર, સેશન, રીટ્રિટ અને અન્ય હેલ્થ એક્ટિવિટીઝને ક્યુરેટ કરવામાં આવે છે. અલેખા આ ફર્મની ક્રિએટિવ ડિરેક્ટર છે. આ સિવાય તે અગાઉ કપડાં અને જ્વેલરી બ્રાન્ડ માટે મોડલિંગ પણ કરી ચુકી છે.

આ પણ વાંચો : OMG, આજે પણ Karishma Kapoor સાથે છે Abhishek Bachchanના સંબંધો… આ રહ્યો પુરાવો…

અત્રે ઉલ્લેખનીય છે તે અલેખા પહેલાં આદર જૈન બોલીવૂડ એક્ટ્રેસ તારા સુતરિયાને ડેટ કરી રહ્યો હતો અને આ રિલેશનશિપ પણ કોઈથી છુપાયેલી નહોતી. તારા અને આદર સગાઈ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા પણ કોઈ કારણ અનુસાર બંને વચ્ચે ખટરાગ થયો અને આખરે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.

Show More

Related Articles

Back to top button
ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના સૌથી યુવા કપ્તાનોની યાદી આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો…