સ્પેશિયલ ફિચર્સ

Aadhaarમાં આ રીતે લિંક કરો નવો Mobile Number, જાણી લો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ…

ભારતમાં રહેવા અને ભારતીય નાગરિકતા પૂરવાર કરવા માટે આધાર કાર્ડ સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે. આધાર કાર્ડ વિના અનેક સરકારી યોજનાઓ અને મહત્ત્વના કામો અટકી પડે છે. આજના સમયમાં આધાર કાર્ડ સૌથી મહત્ત્વનો દસ્તાવેજ છે, જેમાં કાર્ડધારકની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક ઈન્ફોર્મેશન હોય છે.

આ આધાર કાર્ડ સાથે યુઝરનો મોબાઈલ નંબર પણ લિંક હોય છે. આવી સ્થિતિમાં જો તમારો લિંક્ડ મોબાઈલ નંબર બંધ થઈ જાય તો? ચાલો આજે તમને જણાવીએ કે આધાર કાર્ડ સાથે લિંક થયેલો નંબર બંધ થઈ જાય તો એમાં નવો નંબર કઈ રીતે એડ કરી શકાય-

આપણ વાંચો: હવે આધાર કાર્ડ અપડેટ માટે જોઇશે આ ડોકયુમેન્ટ, યુઆઈડીએઆઈએ જાહેર કર્યું નવું લિસ્ટ

આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર હોય છે અને અનેક વખત વિવિધ કારણોસર મોબાઈલ નંબર બંધ થઈ જાય છે અને એને કારણે મોબાઈલ નંબર પર ઓટીપી નથી આવતા અને મહત્ત્વના કામ અટકી પડે છે. આવી સ્થિતિમાં બીજા મોબાઈલ નંબરને આધાર કાર્ડ સાથે લિંક કરી શકાય છે અને એ જ અમે અહીં તમને જણાવીશું. આ માટે તમારે કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

⦁ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલાવવા માટે તમારે સૌથી નજીકના આધાર સેવા કેન્દ્રની એપોઈન્ટમેન્ટ લેવી પડશે
⦁ જે દિવસની એપોઈન્ટમેન્ટ મળી છે એ દિવસે આધાર કેન્દ્ર પર જાવ, જ્યાં તમને કરેક્શન ફોર્મ આપવામાં આવશે
⦁ આ ફોર્મમાં તમારૂં નામ, આધાર નંબર જેવી અનેક મહત્ત્વની માહિતી ભરવી પજશે
⦁ સાથે સાથે નવો મોબાઈલ નંબર પણ ફોર્મમાં ભરી દો
⦁ આ ફોર્મ લઈને સંબંધિત અધિકારી પાસે જાવ
⦁ અધિકારી તમારા બાયોમેટ્રિક લેશે અને એનું વેરિફિકેશન પણ કરશે
⦁ ત્યાર બાદ તમારો ફોટો ક્લિક કરવામાં આવશે અને તમારો નવો નંબર અપડેટ થઈ જશે
⦁ આ માટે તમારે એક નક્કી કરવામાં આવેલી ફી ચૂકવવી પડશે અને તમને એક રસીદ આપવામાં આવશે
⦁ બસ થોડાક જ દિવસમાં તમારો નવો મોબાઈલ નંબર આધારમાં અપડેટ થઈ જશે

એટલે જરૂરી છે મોબાઈલ નંબર લિંક કરાવવું

જો તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક નથી કરાવ્યો તો જાણી લો કે આ કેમ જરૂરી છે. વાત જાણે એમ છે અનેક સરકારી અને બિન સરકારી એવા કામ હોય છે જેમાં આધારથી લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવે છે. જો તમે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યો તો ઓટીપી નહીં આવે અને તમારું કામ અટવાઈ પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button