સ્પેશિયલ ફિચર્સ

… તો પહેલી જાન્યુઆરીથી ખાતામાં નહીં આવે તમારી સેલેરી, જાણી લો શું છે આખો મામલો…

હાલમાં નવેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં 2025નું વર્ષ પણ પૂરું થઈ જશે. પહેલી જાન્યુઆરી, 2026થી ઘણું બધું બદલાવવા જઈ રહ્યું છે અને તમને જાણીને આંચકો લાગી શકે છે કારણ કે પહેલી જાન્યુઆરીથી તમારી સેલેરીથી લઈને એસઆઈપીમાં તમારું રોકાણ સહિતના કામકાજ અટકી પડી શકે છે. ચાલો તમને આખી સ્ટોરી જણાવીએ…

પહેલી જાન્યુઆરીથી આઈટીઆર ફાઈલિંગ, સેલેરી, એસઆઈપી ઈન્વેસ્ટમેન્ટ સહિતના તમારા અનેક મહત્ત્વના કામ ખોરવાઈ શકે છે. જો તમે ઈચ્છો છો કે આ બધું તમારી સાથે ના થાય એટલે તમારે તમારું આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક કરી લેવું જોઈએ. આધાર-પેન લિંક કરવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર, 2025 છે. જો તમે ત્યાં સુધીમાં તમારું આધાર અને પેન લિંક નહીં કરો તો તમારા બધા કામ ખોરવાઈ શકે છે.

https://twitter.com/TaxBuddy1/status/1985362022402289723

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જે યુઝર્સ 31મી ડિસેમ્બર, 2025 સુધી આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક નહીં કરાવે તો તેનું પેન કાર્ડ ડિએક્ટિવેટ થઈ જશે. પેન કાર્ડ નંબર ડિએક્ટિવેટ થવાને કારણે યુઝર્સ ન તો આઈટીઆર ફાઈલ કરી શકે કે ન તો રિટર્નની પ્રોસેસ કરી શકશે. એટલું જ નહીં આ કારણે તમારો પગાર, એસઆઈપી વગેરે બધું અટવાઈ શકે છે.

જો તમે કોઈ કારણસર નિર્ધારિત ડેડલાઈન સુધી તમારું પેન કાર્ડ અને આધાર કાર્ડ લિંક ના કરાવી શકો તો આગળ શું? પેન કાર્ડ ફરી એક્ટિવેટ કરાવવા શું કરવું પડશે એવો સવાલ તમને સતાવી રહ્યો હોય તો આ રહ્યો જવાબ. પેન કાર્ડ નંબર ફરી એક્ટિવેટ કરાવવા માટે તમારે 1000 રૂપિયાની ફી ચૂકવવાની તૈયારી રાખવી પડશે. આ ઉપરાંત પેન નંબર ફરી એક્ટિવેટ થવા માટે 30 દિવસનો સમય પણ લાગી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આધાર કાર્ડ અને પેન કાર્ડ લિંક કરાવવાની મર્યાદા 30મી જૂન, 2023ના જ સમાપ્ત થઈ ગઈ હતી. તમારી જાણ માટે કે નાણા મંત્રાલય અને આઈટી ડિપાર્ટમેન્ટ નાગરિકોને સતત આધાર અને પેન કાર્ડ લિંક કરાવવાની અપીલ કરી રહ્યા છે.

આ કામની માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે અવશ્ય શેર કરો, જેથી તેઓ આવી કોઈ મુસીબતમાં ના ફસાય અને સમય પર આધાર અને પેન કાર્ડ લિંક કરાવી લે. આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

આ પણ વાંચો…જૂના બેંક એકાઉન્ટ અને પૈસા ભૂલી ગયા છો? RBIએ જણાવ્યું કઈ રીતે પાછા મેળવી શકો છો પૈસા…

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિ તેમ જ વિવિધ સ્પેશિયલ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button