સ્પેશિયલ ફિચર્સ

જો તમારે વિના મૂલ્યે આધાર કાર્ડ અપડેટ કરવું હોય તો આટલા જ દિવસો બાકી છે

તમારા ખિસ્સામાં કે વૉલેટમાં તમારી ઓળખનો જે સૌથી મહત્વનો પુરાવો છે તે જો અપડેટ નથી કર્યો તો તેને અપડેટ કરવા આડે અમુક જ દિવસો બાકી છે. ત્યારબાદ તમારે તેને અપડેટ કરવા માટે એજ ખિસ્સા કે વૉલેટમાંથી પૈસા ખર્ચવા પડશે. વાત કરી રહ્યા છીએ તમારા આધાર કાર્ડની. જો તમે છેલ્લા 10 વર્ષથી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, તો હવે તમારી પાસે તેને મફતમાં અપડેટ કરવાની છેલ્લી તક છે. તમે તેને ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકો છો.

આધાર કાર્ડ આપણી માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જેના વિના ઘણા સરકારી અને ખાનગી કાર્યો પૂર્ણ થઈ શકતા નથી. તે જ સમયે, જો આધાર કાર્ડમાં કોઈ જૂની માહિતી છે અને તેને અપડેટ કરવામાં આવી નથી, તો તમારું કામ પણ અટકી શકે છે. આ સિવાય જો આધારને નવીનતમ માહિતી સાથે અપડેટ કરવામાં નહીં આવે તો છેતરપિંડી થવાની શક્યતા પણ વધી શકે છે. તેને જોતા કેન્દ્ર સરકારે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવાનું કહ્યું હતું. UIDAI મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. જો તમારી પાસે પણ 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે, તો તમારે આ કામ તરત જ કરવું જોઈએ.


કેન્દ્ર સરકારે 10 વર્ષ જૂના આધાર કાર્ડને અપડેટ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો તમે તમારું 10 વર્ષ જૂનું આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો, તો તમારે UIDAIની વેબસાઇટ અથવા આધાર કેન્દ્ર પર જઈને આ કરવાનું રહેશે. આ માટે તમારી પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની અંતિમ તારીખ 14મી ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે.


આધારને બે રીતે અપડેટ કરી શકાય છે. આમાં ઓનલાઈન અને ઓફલાઈન પદ્ધતિઓનો સમાવેશ થાય છે.
UIDAI આધારમાં કેટલીક વસ્તુઓ અપડેટ કરવા માટે ફી વસૂલે છે. જો કે, 14 ડિસેમ્બર, 2023 સુધી આ વસ્તુઓને અપડેટ કરવા માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં.


14મી ડિસેમ્બર બાદ લેવામાં આવતા ચાર્જની વાત કરીએ તો 5 વર્ષ, 15 વર્ષ અને 17 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ માટે બાયોમેટ્રિક આધાર અપડેટ કરવા માટે 100 રૂપિયાનો ચાર્જ છે. ડેમોગ્રાફિક ડેટા માટે 50 રૂપિયાનો ચાર્જ લેવામાં આવે છે, ડેમોગ્રાફિક ડેટા વિના બાયોમેટ્રિક્સ અપડેટ કરવા માટે 100 રૂપિયાનો ચાર્જ લાગશે, ડેમોગ્રાફિક ડેટા ઓનલાઈન અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ, આધાર ડાઉનલોડ અને કલર પ્રિન્ટ પર 30 રૂપિયાનો ચાર્જ લાગશે. પિન આધારિત એડ્રેસ અપડેટ કરવા માટે 50 રૂપિયાનો ચાર્જ લાગશે, તેવી માહિતી મળી છે. તો જો તમે અપડેટ ન કરાવ્યું હોય તો તમારી પાસે ગણતરીના દિવસો બાકી છે, તમે તમારી સવલત અનુસાર કરાવી શકો છો.

Show More

Related Articles

One Comment

  1. અપના બજાર, અંધેરી ની બાજુમાં આવેલી આઝાદ નગર પોસ્ટ ઓફિસમાં અત્યારે પણ આધાર કાર્ડ અપડેટ કરવા માટે ચાર્જ લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button