ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

આ એરપોર્ટમાં વિમાન નહીં, કાગડા ઊડે છે… એરપોર્ટ એટલે એવી જગ્યા જ્યાં માણસ તો ઊભરાય, વિમાન પણ ઘરઘરાટી બોલાવતા એક આવે, બીજું ઊડે, ત્રીજું ચકરાવો લેતું હોય એવો ખેલ દિવસભર જોવા મળે. યુએસના એટલાન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોજેરોજ ૨૧૦૦ વિમાન ઊતરે – ઊડે અને ૨ લાખ ૮૬ હજાર ઉતારુઓની ભીડ હોય એવાં દ્રશ્ય જોવાં મળે છે. જોકે, ‘ગુનાહોંકા દેવતા’નો આક્ષેપ જેમની પર કરવામાં આવ્યો હતો એવા શ્રીલંકાના વડા પ્રધાન અને રાષ્ટ્રપતિનો હોદ્દો ભોગવી ચૂકેલા મહિન્દા રાજાપક્ષ દ્વારા હજી ૧૧ વર્ષ પહેલા આશરે ૧૬ કરોડ પાઉન્ડના ખર્ચે બાંધવામાં આવેલા મટાલા રાજપક્ષા આંતરરાષ્ટ્રીય હવાઈ ‘મથક’ને વિશ્ર્વના સૌથી શાંત એરપોર્ટનો ખિતાબ આપવો પડે એવી નીરવતા ત્યાં જોવા મળે છે.

દેશની રાજધાની કોલંબોથી ફક્ત ચાર કલાકના અંતરે આવેલા આ હવાઈ મથક પર દરરોજ આવ- જા કરતી ફ્લાઈટની ગણતરી કરવા માટે પાંચ આંગળીના વેઢા વધી પડે એવી હાલત છે. એરપોર્ટમાંથી પસાર થતા પેસેન્જરનો આંકડો ઘણા દિવસે તો બે આંકડા પર પણ નથી પહોંચતો એવી ‘કંગાળ’ હાલત છે. એરપોર્ટની ફરતે જંગલ છે અને નાનકડા ગામડાં વસે છે. જોકે, ‘ઈતના સન્નાટા કયૂં હૈ ભાઇ’ જેવી એરપોર્ટની હાલતથી ચીન ચિંતામાં પડી ગયું છે, કારણ કે એરપોર્ટ બાંધવા તોતિંગ લોન આપી છે. લોન ભરપાઈ કરી શકાય એવી કમાણીના કોઈ સંજોગો હમણાં તો નથી દેખાતા. કારણ કે અહીં ઊતારુ કરતાં કાગડા વધુ ઊડતા દેખાય છે !

તુમ જીયો હઝારો સાલ, બાઈક કે માઈલ હો ૫૦ હજાર
બર્થડે-વર્ષગાંઠ એટલે એવો દિવસ જ્યારે કોઈ જૂની ગાંઠ છૂટે, કોઈ નવી ગાંઠ બંધાય અને ક્યારેક કોઈ ગાંઠ ઉકલી પણ જાય. આજના જમાનામાં તો માણસનો જ નહીં, પાળેલા શ્ર્વાન કે બિલાડીનો હેપ્પી બર્થ – ડે પણ શાનથી ઉજવવાની પ્રથા છે. જોકે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલું ‘બર્થ- ડે સેલિબ્રેશન જોઇ’ આ જ જોવાનું બાકી હતું’ એવા ઉદગાર તમારા મોઢામાંથ��

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button