Mahashivratri પર 300 વર્ષ બાદ બનશે દુર્લભ યોગ, આ રાશિ પર વરસશે Mahadevની કૃપા…
માર્ચ મહિનાની આઠમી તારીખે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. હિંદુ માન્યતા પ્રમાણે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદસે મહાશિવરાત્રીની ઊજવણી કરવામાં આવી છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે અને બીજા દિવસે તેઓ આ ઉપવાસ છોડે છે. એવું કહેવાય છે કે આ દિવસે જ માતા પાર્વતી અને ભગવાન શિવના લગ્ન થયા હતા, જેને કારણે આ દિવસે બંનેની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે મહાશિવરાત્રીનો તહેવાર 8મી માર્ચના આવી રહ્યો છે અને વર્ષે મહાશિવરાત્રિના દિવસે જ એક વિશેષ દુર્લભ સંયોગ પણ બની રહ્યો છે. 300 વર્ષ બાદ આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ, સિદ્ધયોગ અને શિવયોગની રચના થઈ રહી છે, આ શિવરાત્રિ કેટલીક રાશિના જાતકો માટે ખૂબ જ શુકનિયાળ સાબિતદ થવા જઈ રહી છે, ચાલો જોઈએ કઈ રાશિને આ મહાશિવરાત્રી પર લાભ થઈ રહ્યો છે.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે મહાશિવરાત્રી પર બની રહેલાં આ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે. આ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં પુષ્કળ ફાયદો થવા જઈ રહ્યો છે. આકસ્મિક ધનલાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. જે પણ કામ હાથ ધરશો એમાં સફળતા મળી રહી છે. આ સમયે તુલા રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થવાની સંભાવના છે.
કુંભઃ
મહાશિવરાત્રી પર 300 વર્ષ બાદ બની રહેલાં આ યોગ કુંભ રાશિના લોકો માટે પણ ખૂબ જ ફળદાયી સાબિત થવા જઈ રહ્યા છે. કુંભ રાશિના લોકોની દરેક ઈચ્છા પૂરી થઈ રહી છે. આ દિવસે ભગવાન શિવનો અભિષેક કરવાથી કુંભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન અને નોકરીમાં નવી તકો મળશે. આ રાશિના જાતકોના પરિવારના સભ્યો સાથેના સંબંધો પણ મજબૂત બની રહ્યા છે.
સિંહઃ
આ મહાશિવરાત્રી સિંહ રાશિના લોકો માટે સારા સમાચાર લઈને આવી રહી છે. સિંહ રાશિના લોકો માટે સારા દિવસોની શરૂઆત થવા જઈ રહી છે. કરિયરમાં સફળતા, આર્થિક લાભ, માન-સન્માન અને પદમાં વૃદ્ધિની સંભાવના છે.
વૃષભઃ
વૃષભ રાશિના લોકો માટે પણ આ મહાશિવરાત્રિ શુભ રહેશે. વૃષભ રાશિના લોકોના જીવનમાં મહાદેવની કૃપાથી ખુશીઓની વર્ષા થવા જઈ રહી છે. આ રાશિના લોકોને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે અને એની સાથે સાથે જ પ્રગતિના નવા માર્ગો પણ ખુલી રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન થવાની પૂરેપૂરી શક્યતા છે.