સ્પેશિયલ ફિચર્સ

કારનું સનરૂફ ટોપ ખોલીને આવી હરકત કરતું દેખાયું કપલ, વીડિયો થયો વાઈરલ…

હૈદરાબાદઃ તેલંગણાના હૈદરાબાદથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે અને આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. અહીં આવેલા પીવી નરસિંહારાવ એક્સપ્રેસવે પર એક કપલ ચાલુ કારમાં સનરૂફ ટોપ ખોલીને રોમાન્સમાં ડૂબકી લગાવતું જોવા મળ્યું હતું.

કપલની આ હરકત જોઈને આસપાસથી પસાર થઈ રહેલી કારમાંથી અનેક કારચાલકોને અસહજતા અનુભવાઈ હતી. કોઈએ આ ઘટનાનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોને જોઈને લોકો ગુસ્સે ભરાયા છે અને હૈદરાબાદ પોલીસને ટેગ કરીને તેઓ આ મામલે સખત કાર્યવાહી કરવાની માગણી કરી રહ્યા છે.

આ વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક યુવક-યુવતી એકબીજા સાથે રોમાન્સ કરી રહ્યા છે અને તેઓ એકબીજાને કિસ કરી રહ્યા છે. લોકો એમને જોઈ રહ્યા છે કે જાહેરમાં તેઓ આવું વર્તન કરી રહ્યા એ વાતની પરવાહ કર્યા વગર બંને જણ પ્રેમક્રીડામાં વ્યસ્ત જોવા મળ્યા હતા.

કપલની આવી હરકત ત્યાંથી પસાર થઈ રહેલાં અનેક લોકોએ જોઈ અને આ કપલની કારની પાછળ કાર ચલાવી રહેલાં ડ્રાઈવરે કપલની આ અભદ્ર હરકતને કચકડે કંડારી લીધી હતી અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને સોશિયલ મીડિયા પર લોકો કપલની આ હરકતની ટીકા કરતાં જોવા મળી રહ્યા છે. કેટલાક લોકોએ તો આ ઘટનાને રોડ સેફટી સાથે સાંકળી દીધી હતી. જોકે, કેટલાક લોકો એવા પણ છે કે જે લોકો આ કપલને સપોર્ટ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તો એન્જોય કરવાની ઉંમર છે અને એમને આવું કરવા દેવા જોઈએ.

એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ચાલતી કારમાં સનરૂફથીબહાર નીકળવા ઉપરાંત આ કપલે કંઈ જ ખોટું કર્યું નથી. એમને એમની ઉંમરનો આનંદ ઉઠાવવા દો. જ્યારે બીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે હું સહમત છું કે આ ખતરનાક છે. જોકે, આનાથી કોઈને શું અગવડ પડી શકે છે. પબ્લિકલી પ્રેમ કરવામાં કંઈ જ ખોટું નથી.

નેટિઝન્સ પોલીસને અપીલ કરી રહ્યા છે કે આ કારના માલિકો સામે સખત કાર્યવાહી કરવામાં આવે. વીડિયોમાં કારનો નંબર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે અને કપલની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…