સ્પેશિયલ ફિચર્સ

ફ્લાઈટમાં બર્થડેના દિવસે એકલો પ્રવાસ કરી રહ્યો હતો બાળક અને થયું કંઈક એવું કે…

જમાનો સોશિયલ મીડિયાનો છે અને દરરોજ સોશિયલ મીડિયા પર જાત-જાતના વીડિયો વાઈરલ થતા હોય છે અને એમાંથી જ કેટલાક વીડિયો એવા હોય છે કે જે એકદમ હાર્ટટચિંગ હોય છે તો કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઈને હસી હસીને પેટ દુઃખી જાય છે. આજે અમે તમારા માટે આવા જ એક વીડિયોની વાત લઈને આવી રહ્યા છીએ…

સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં પ્રવાસીઓ ફ્લાઈટમાં એક નાના બાળકનો બર્થડે સેલિબ્રેટ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો 21મી ફેબ્રુઆરીના Reddit યુઝર mindyour દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વિડિયોમાં એક નાનકડાં છોકરા પ્રત્યે અજાણ્યા લોકો દ્વારા દેખાડવામાં આવેલી હૃદયસ્પર્શી અભિવ્યક્તિ વ્યક્ત કરવા માટે કોઈ શબ્દ જ નહીં.

આ નાનકડો બાળક તેના બર્થડે પર પહેલી જ વખત એકલો મુસાફરી કરી રહ્યો હતો. મોબાઈલ ફોનમાં ખોવાઈ ગયેલા નાના પેસેન્જરને પણ કલ્પના નહોતી કે બીજી જ મિનિટે તેની સાથે શું થવાનું છે. છોકરાને પોતાનો જન્મદિવસ એકલો વિતાવતો જોઈને એક સાથી મુસાફર ભાવુક થઈ ગયો અને આ પ્રસંગની ઉજવણી કરવા ખાસ વિનંતી સાથે ફ્લાઇટના ક્રૂનો સંપર્ક કર્યો હતો.

યાત્રીઓ અને ક્રૂ મેમ્બરોએ સાથે મળીને આ નાના બાળકનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો અને આ માટે કેબિનની લાઈટો ડીમ કરવામાં આવી હતી અને પ્રવાસીઓએ કોરસમાં ‘હેપ્પી બર્થ ડે’ સોન્ગ ગાયું હતું. આ જોઈને છોકરો શરૂઆતમાં થોડો શરમાયો પણ તરત જ તે હસવા લાગ્યો. તે સફર, જે એકલવાયું હોઈ શકે, તેના માટે અવિસ્મરણીય આનંદમાં ફેરવાઈ ગઈ.

Passengers sing to a little boy flying alone on his birthday.
byu/mindyour inMadeMeSmile



વિડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવતા જ તેને 27 હજારથી વધુ અપવોટ્સ મળ્યા હતા, જેમાં લોકોએ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે કેટલો સરસ વિચાર! આશા છે કે બાળકને આનાથી સ્પેશિયલ ફીલ કરશે. બીજા એક યુઝરે લખ્યું હતું કે કેટલીકવાર માનવતા ખૂબ સારી હોય છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે ઓહ એ આટલો મીઠો નાનો શરમાળ બાળક છે. મારી આંખોમાં આંસુ લાવે છે, ખૂબ જ સુંદર…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button
તમારી હથેળીની રેખાઓ કહેશે કે તમે… ખબરદાર, આ દેશમાં એક્સિડન્ટ કે દુર્ઘટનાનો વીડિયો બનાવ્યો છે તો… ચાથી લઈને શૌચાલય વિભાગ સુધી જાણો દુનિયાભરના અજીબો ગરીબ મંત્રાલય મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker