સ્પેશિયલ ફિચર્સ

હવામાં ઉડવા લાગ્યું રણપ્રદેશનું જહાજ ગણાતું ઊંટ… તમે પણ જોઈ લો આ અદ્ભૂત નજારો…

કુદરતની લીલા એકદમ ન્યારી હોય છે અને એ વાતમાં તો આપણામાંથી ઘણા લોકો વિશ્વાસ કરતાં હશો. ભગવાને ધરતી પર મોકલેલા દરેક જીવ-જંતુઓની અલગ અલગ ખાસિયત છે અને દરેકની પોતાની એક આગવી વિશેષતા છે. જે રીતે પક્ષી હવામાં ઉડે છે એ જ રીતે જનાવરો ધરતી પર રહે છે અને જળચર પ્રાણીઓ પાણીમાં રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે ખરું કે જો પ્રાણી પણ પક્ષીની જેમ ઉડવા લાગે તો?

વિચારીને જ એવું થયું ને કે આવું કે કંઈ હોતું હશે? પરંતુ સોશિયલ મીડિયા પર કેટલાક એવા ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં રણપ્રદેશના જહાજ તરીકે ઓળખાતું ઊંટ પણ આકાશમાં ઉડતું જોવા મળ્યું હતું. વાઈરલ થઈ રહેલાં આ ફોટોમાં જોવા મળી રહ્યું છે કે ઊંટને પાંખો ફૂટી નીકળી છે અને તે દુબઈના આકાશમાં ગગનવિહારનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે.

હવે તમને થશે કે ભાઈસાબ આવું હકીકતમાં તો શક્ય જ નથી તો પછી આવી અદ્ભૂત તસવીરો બનાવી કોણે? તો તમારી જાણ માટે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આ ફોટા બનાવવામાં આવ્યા છે અને કેને પૌરાણિક કેમલબર્ડ નામ આપવામાં આવ્યું છે.

આકાશમાં ઉડતા આ ઊંટના ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ jyo_john_mulloor નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યા છે. આ ફોટો જોઈને લોકો પણ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને એવી પ્રતિક્રિયા આપી હતી કે અમે લોકોએ રણ પ્રદેશના જહાજને રણમાં દોડતું તો જોયું હતું પણ હવામાં ઉડતું ક્યારેય નથી જોયું. થેન્ક્સ ટુ AI આજે એ પણ જોઈ લીધું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત