આપણું ગુજરાતનેશનલસ્પેશિયલ ફિચર્સ

ઐતિહાસિક નગરી ચાંપાનેર: બે વર્ષમાં ઉમટ્યા 80 હજારથી વધુ પ્રવાસીઓ

ચાંપાનેર: ગુજરાતમાં ટુરિઝમને પ્રોત્સાહન માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે સરકાર હેરિટેજ ટુરિઝમ માટે પણ વિશેષ પ્રયત્નો કરી રહી છે. ભારતની 43 હેરીટેજ સાઈટોને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કર્યો છે. જેમાં ગુજરાતના ચાંપાનેર, રાણીની વાવ, કચ્છના ધોળાવીરા તથા અમદાવાદ શહેરનો પણ સમાવેશ થાય છે. જે પૈકી ચાંપાનેરમાં છેલ્લા બે વર્ષમાં આશરે ૮૦ હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી છે.

Jama Masjid of Champaner
Jama Masjid of Champaner | Image: Gujarat Tourism

ચાંપાનેરને વર્ષ 2004માં UNESCO વિશ્વ હેરિટેજ સાઈટની યાદીમાં સ્થાન મળ્યું છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. યુનેસ્કોએ ચાંપાનેરના ભવ્ય ઐતિહાસિક વારસાને વિશ્વ વારસા સ્થળ તરીકે જાહેર કરી આ ભવ્ય વિરાસતને વધુ વિશ્વ પ્રસિદ્ધ કરી છે. છેલ્લા બે વર્ષમાં આશરે 80 હજારથી વધુ મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી છે જેમાં, 78,367 ભારતીય તથા 1639 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ કર્યું છે શાસન

પંચમહાલ જિલ્‍લામાં આવેલું ચાંપાનેર એક ઐતિહાસિક નગર છે. એક સમયે ચાંપાનેર ગુજરાતની રાજધાની હતું. તત્કાલીન સમયમાં આ ભવ્ય નગરની અનન્ય જાહોજલાલી હતી. ફકત ભારતમાં જ નહિ, દૂર-દૂરના દેશોમાં પણ ચાંપાનેરની ખ્યાતિ ભવ્ય હતી. હિન્દુ, મુસ્લિમ, મરાઠા અને અંગ્રેજ શાસકોએ ચાંપાનેર પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણના વંશજ ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાવેલ સ્મારકો તથા મુસ્લિમ શાસક મહમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જીદોનું સ્થાપત્ય સિવીલ અન્જીન્યરીંગનું અદ્ભૂત ઉદાહરણ છે.


Also read: યુપીના સંભલમાં જામા મસ્જિદનો સર્વે કરવા પહોંચેલી ટીમ પર પથ્થરમારો, શહેરમાં તણાવ


હિન્દુ-જૈન સ્થાપત્યનો સુભગ સમન્વય

દર વર્ષે હજારોની સંખ્યામાં દેશ-વિદેશના પર્યટકો ઉચ્ચ કક્ષાના બેનમૂન આર્કીટેકને સમજવા- જાણવા માટે અહી આવે છે. મુસ્લિમ શાસકોએ બંધાવેલા સ્મારકમાં હિન્દુ-જૈન સ્થાપત્યનો સુભગ સમન્વય પણ અહીં જોવા મળે છે.

image of Kevada Masjid
Kevada Masjid | Image: Gujarat Tourism

ભારતીય-ઈસ્લામી સ્થાપત્યકળાનો નમૂનો

ચાંપાનેરના શાહી કિલ્લાની બહાર જુમ્મા મસ્જિદની ભવ્ય ઈમારતની સુવ્યવસ્થિત રચનાનાં વિવિધ અંગો ભારતીય-ઈસ્લામી સુશોભનોથી આગવું મહત્ત્વ ધરાવે છે. તેનાં પાંચ મનોહર પ્રવેશદ્વારો સુશોભિત કોતરણીથી અનેરું આકર્ષણ ઉભું કરે છે. તેના મકસુરાની પાંચ ક્માનો પાસેના છજા, સુંદર મિનારા અને મુખ્ય કમાન પાસેનું છજું તેની શોભામાં વધારો કરે છે. સુલતાનની રાજધાની અને નિવાસસ્થાન તરીકે ચાંપાનેરનું મહત્વ જામા મસ્જિદમાં શ્રેષ્ઠ રીતે દર્શાવવામાં આવ્યું છે, જે ભારતમાં પાછળથી મસ્જિદ આર્કિટેક્ચરનું મોડેલ બન્યું.

image of Nagina Masjid
Nagina Masjid | Image: Gujarat Tourism

Also read: Elon muskએ કરી ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા; અમેરિકા પર કર્યો કટાક્ષ


આ ઉપરાંત ત્યાં આવેલી નગીના મસ્જિદ અને તેની પાસેનો સુશોભિત મકબરો, કેવડા મસ્જિદ, શહેરની મસ્જિદ, લીલા ગુંબજ મસ્જિદ વગેરે સ્થળો પણ પોત-પોતાની આગવી લાક્ષણિકતા ધરાવે છે. ચાંપાનેર હિન્દુ, જૈન અને મુસ્લિમ ધર્મોના ત્રિવેણી સંગમ જેવું છે. માતા મહાકાલીના મંદિર સાથે રૂદ્રાવતાર લકુલીશ મંદિર, જૈન મંદિરો અને મસ્જીદોને પોતાના ખોળે સમાવતું આ સ્થળ ધાર્મિક સાથે પ્રાકૃતિક સૌદર્યનું પણ ધામ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button