મેદસ્વીતા અને હૃદયના રોગોથી પરેશાન છો? અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ટાળવા માટે કેટલીક ટીપ્સ
બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ ડાયાબિટીસ, સ્થૂળતા, હૃદયની બીમારીઓથી લઈને વહેલા મૃત્યુ સુધીની બિમારીઓમાં મોટા પાયે વધારો કરે છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ હૃદય રોગ, હાર્ટ એટેક, કોલેસ્ટ્રોલ, સ્લીપ ડિસઓર્ડર, ટાઇપ-2 ડાયાબિટીસ, ડિપ્રેશન અને કોલેસ્ટ્રોલનું જોખમ વધારે છે. જે લોકો દરરોજ અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાક ખાય છે તેમના માટે મૃત્યુનું જોખમ 21 ટકા સુધી વધી શકે છે. અહીં કેટલીક ટીપ્સ છે જે તમને તમારા આહારમાં પરિવર્તન કરવામાં મદદ કરશે.
નિષ્ણાંતોનું કહેવું છે કે, લગભગ 58 ટકા લોકો દૈનિક ઉર્જાનો વપરાશ અલ્ટ્રા-પ્રોસેસ્ડ ડાયટ દ્વારા કરે છે. વધુ ને વધુ લોકો પોષણ માટે આ સરળતાથી ઉપલબ્ધ ખોરાક પર આધાર રાખે છે. બિનઆરોગ્યપ્રદ આહારને સ્વસ્થ આહારમાં ફેરવવું સરળ નથી. તમારે શિસ્ત અને નિશ્ચય રાખવાની જરૂર છે. અહીં અમે તમને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાનું બંધ કરવા માટે કેટલીક ટીપ્સ આપીએ છીએ.
તમારા રસોડાના કેબિનેટમાંથી બધા અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાકને દૂર કરો. તમારા કરતાં વધુ જરૂર હોય તેવા લોકોને આ ફૂડ આપી દો. તમારા ભોજનની યોજના બનાવો. તમે અનુભવી વ્યક્તિ અથવા ન્યુટ્રિશનિસ્ટ પાસેથી થોડું માર્ગદર્શન લઈ શકો છો.
ભારતીય ભોજન સામાન્ય રીતે ખૂબ આરોગ્યપ્રદ છે. તમારા મુખ્ય ખોરાક (દાળ, ભાત, શાક, રોટલી)ને દૈનિક આહારમાં સામેલ કરો.
ઓટ્સ, શાકભાજી અને ફળો દ્વારા પુષ્કળ પ્રમાણમાં ફાઇબર ખાઓ.
ચોખા, દાળ, પાંદડાવાળા શાકભાજી, ફીશ અને ચીકન નિયમિતપણે ખાઓ. આ ખોરાક તમને સ્વસ્થ રહેવા અને બિનજરૂરી ચરબી ન મેળવવામાં મદદ કરશે.
તમારી જાતને સક્રિય અને પ્રેરિત રાખવા માટે નિયમિત વ્યાયામ કરો.
તમારા ભોજનમાં જરૂરી ફેરફાર કરો જેમ કે, પોપ કોર્ન ખાવાને બદલે સ્વીટ કોર્ન અને મશરૂમ્સ ખાઓ. ચિપ્સને બદલે ડ્રાય ફ્રુટ્સ અને ઘઉંની કૂકીઝ ખાઓ.