સ્પેશિયલ ફિચર્સ

સોમાંથી 70 ટકા મહિલાઓને સતાવે છે આ સમસ્યાઃ સર્વે


માસિકધર્મ એ સ્ત્રીના શારિરીક અને માનસિક સ્વાસથ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા છે. આજકાલ છોકરીઓને નાની ઉંમરે પિરિયડ્સ આવે છે. ત્યારે આ સમયે દુખાવો તે ખૂબ જ મોટી સમસ્યા છે. સ્કૂલ-કોલેજે જતી કે પછી કામ પર જતી મહિલાઓ માટે આ મોટી સમસ્યા સાબિત થાય છે. એક સર્વે અનુસાર સોમાંથી 70 મહિલાઓ આ સમસ્યાનો ભોગ બને છે. PCOS એ હોર્મોન્સમાં અસંતુલનને કારણે થતો રોગ છે જે સ્ત્રીની પ્રજનન પ્રણાલી, પ્રજનનક્ષમતા અને માસિક સ્રાવને અસર કરી શકે છે. વિશ્વની એક આર્યવેદિક ઉપચાર સાથે જોડાયેલી કંપનીએ 18-45 વર્ષની વય જૂથની 3 લાખ મહિલાઓ પર એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે, 70 ટકા મહિલાઓને પીરિયડ્સ દરમિયાન અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે અને તેની પાછળનું કારણ તેમની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે.
આ સર્વેમાં શરીરમાં થતા શારીરિક ફેરફારોને ત્રણ ગૃપમાં વિભાજિત કર્યા હતા. સંશોધન દર્શાવે છે કે 70 ટકા સ્ત્રીઓ પીસીઓએસ જેવી ગંભીર માસિક સ્રાવથી પીડાય છે. તે જ સમયે, લગભગ 26 ટકા મહિલાઓ અગવડતા, ઇન્ફેક્શન અને અનિયમિત માસિક સ્રાવ વિશે ચિંતિત છે. તેમની શારીરિક તકલીફોને કારણે તેમના આંતરિક અવયવોને પણ અસર થાય છે. આ સમગ્ર સંશોધનમાં માત્ર 4 ટકા મહિલાઓને પીરિયડ્સ સંબંધિત સમસ્યા હોવાનું જાણવા મળ્યું નથી.
આ રિસર્ચના આધારે જાણવા મળ્યું કે, 25 થી 34 વર્ષની વયની 60 ટકા મહિલાઓ અને છોકરીઓ PCOS રોગથી પીડિત છે.
જો કે, તેનાથી પણ વધુ ચિંતાજનક બાબત એ છે કે, PCOS વય સંબંધિત નથી 24 વર્ષથી ઓછી ઉંમરની 51 ટકા મહિલાઓ આ સ્થિતિથી પ્રભાવિત છે. આ એ પણ દર્શાવે છે કે PCOS મહિલાઓની પ્રજનન ક્ષમતા પર ભારે અસર કરે છે. સંશોધનમાં ઇરેગ્યુલર પીરિયડ્સ દરમિયાન દર્દને લગતી સમસ્યાઓ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. 83% સ્ત્રીઓએ નોંધ્યું છે કે, તેઓ માસિક સ્રાવ દરમિયાન પીડાનો સામનો કરે છે. જેના કારણે તેને દર મહિને પેઇનકિલર્સનો ઉપયોગ કરવો પડે છે. તેમાંથી 58% લોકોએ તેમની પીડાને હળવી અને સહન કરી શકાય તેવી ગણાવી હતી, જ્યારે 25% લોકોએ તેને ગંભીર ગણાવી હતી. લગભગ 76% સ્ત્રીઓ એવી હતી જેને ઓછા પ્રવાહ સાથે અનિયમિત માસિક સ્રાવ થતો હતો.
આ સમયે સ્ત્રીઓનું માનસિક સ્વાસ્થ્ય પણ નબળું પડે છે. પરિવાર અને આસપાસના લોકોએ સ્ત્રીની સૌથી વધુ કાળજી આ દિવસોમાં લેવાની હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button