લંકાપતિ રાવણ પાસેથી શિખવા જેવા છે આ સાત ગુણ, જીવનમાં આગળ વધવા માટે…

દર વર્ષે દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે અને આ દિવસને અસત્ય પર સત્યના વિજયના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે જે રાવણના પૂતળાનું આપણે દહન કરીએ છીએ તેમની પાસેથી પણ સાત એવી વસ્તુઓ શીખવા જેવી છે. રાવણના આ ગુણો કોઈ પણ વ્યક્તિના જીવનને સુંદર બનાવે છે. આજે આપણે અહીં રાવણના આ સાત ગુણો વિશે વાત કરીશું…
રાવણ ખૂબ જ જ્ઞાની હોવાની સાથે સાથે અંહકારના નશામાં ચૂર રહેવાની સાથે સાથે તેમાં અનેક ખામીઓ કે કુટેવો પણ હતી. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આવા આ રાવણમાં કેટલાક ગુણ પણ હતા કે જેને આપણે જીવનમાં અપનાવીને સફળ થઈ શકીએ છીએ. ચાલો જોઈએ કઈ છે આ વાત-
મહાજ્ઞાનીઃ
રાવણને તમામ વેદો અને શાસ્ત્રોનું જ્ઞાન હતું અને એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ કે જ્ઞાનમાં કેટલી તાકાત હોય છે. વિદ્યાર્થીઓ કે કોઈ પણ વ્યક્તિએ જીવનમાં જ્યારે પણ કંઈક નવું શીખવાની તક મળે તો તે ઝડપી લેવી જોઈએ. નવી નવી વસ્તુઓ શીખવાથી નોલેજમાં વૃદ્ધિ થાય છે અને બીજાથી હંમેશા બે ડગલાં આગળ રહો છો.

મહેનતી અને તપસ્વીઃ
જ્ઞાની હોવાની સાથે સાથે દશાનન રાવણ એક મહાન તપસ્વી અને ખૂબ જ મહેનતું હતા. તપસ્યાથી જ રાવણને વિદ્યા અને અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ હતી. મહેનત અને અનુશાસન જીવનનો સૌથી મોટો આધાર છે અને એના સહારે જ જીવનમાં મોટી મોટી સફળતાઓ હાંસિલ કરી શકાય છે.

આત્મવિશ્વાસઃ
અહંકારી હોવાની સાથે સાથે રાવણમાં ભરપૂર આત્મવિશ્વાસ હતો. રાવણનો આ ગુણ જ આપણને શીખવાડે છે કે કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પોતાની ક્ષમતાઓને ઓછી ના આંકવી જોઈએ. પોતાની જાત પર ભરોસો હોય તો દરેક પરીક્ષા અને ચેલેન્જમાં જિત મળી શકે છે.

લીડરશિપઃ
લંકાપતિ રાવણમાં બળ, બુદ્ધિ અને સાહસના સ્વામી હોવાની સાથે સાથે એક અચ્છા નેતાના પણ ગુણ પણ જોવા મળે છે. પર્સનલ લાઈફમાં કે પ્રોફેશનલ લાઈફમાં પણ એક વ્યક્તિમાં સારા લીડરશિપની ક્વોલિટી હોવી જોઈએ. દરેક ક્ષેત્રમાં લીડર બનવા માટે એક વ્યક્તિમાં બળ, બુદ્ધિ, સાહસનું સમન્વય હોવું ખૂબ જ જરૂરી છે. કરિયરમાં આગળ વધવા માટે લીડરશિપ ક્વોલિટી હોવી જોઈએ.

અહંકારથી બચોઃ
રાવણનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ હતો અહંકાર. જ્ઞાન, આત્મવિશ્વાસ, બળ, સાહસની સાથે સાથે રાવણમાં અહંકાર પણ હતો. આપણે પણ આપણા જીવનમાં આપણા ગુણો પર અહંકારને હાવી ના થવા દેવું જોઈએ. અનેક વખત મોટા મોટા સામ્રાજ્ય કે સિદ્ધિઓને પણ માટીમાં ભેળવી દેવામાં અહંકાર કારણભૂત બને છે, જે રીતે લંકેશની સોનાની લંકા રાખ થઈ ગઈ હતી.

સંયમઃ
મહાજ્ઞાની રાવણને પોતાની ઈચ્છા પર સંયમ નહોતો અને એનું પરિણામ તો આપણી સામે જ છે. જો તમારો તમારી લાગણી કે ઈચ્છા પર સંયમ ના રાખવામાં આવે તો એનું પરિણામ વિનાશ જ હોય છે. નૈતિક મૂલ્યો તમને ખરાબ સમયમાં ફસાતા અટકાવવાનું કામ આ સંયમ કરે છે.

સાચા-ખોટાની પરખઃ
જીવનમાં આગળ વધવા માટે ડિસિઝન મેકિંગ એક મહત્ત્વનો ગુણ છે. દરેક વ્યક્તિએ જીવનમાં ડિસિઝન મેકિંગનો ગુણ અપનાવવો જોઈએ. એક ખોટો નિર્ણય તમારું કામ બગાડી શકે છે કે પછી તમારી જિંદગીને ખરાબ કરી શકે છે.

આ પણ વાંચો…આ શાપના કારણે રાવણે લીધો હતો રાક્ષસ કુળમાં જન્મ, ત્રણ વખત ભગવાન વિષ્ણુએ આપી છે મુક્તી