48 કલાક બાદ શુક્ર અને મંગળ બનાવશે દુર્લભ યોગ, આ રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period
જ્યોતિષશાસ્ત્રમાં નવ ગ્રહો વિશે ખૂબ જ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને આ સાથે સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે સમયાંતરે ગ્રહોના ગોચરથી અલગ અલગ યોગ, રાજયોગનું નિર્માણ થાય છે. આ યોગની સકારાત્મક અને નકારાત્મક એમ બંને અસર જોવા મળે છે. 48 કલાક બાદ એટલે કે આઠમી ઓક્ટોબરના દિવસે શુક્ર અને મંગળની યુતિ થઈને નવપંચમ રાજયોગ બની રહ્યો છે. આ યોગને કારણે અમુક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે, આ રાશિના જાતકોનું ભાગ્ય પલટી શકે છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ…
મેષ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ લાભદાયી રહેશે. આવકમાં વૃદ્ધિ થશે. ધનલાભ થશે. કામના સ્થળે સફળતા મળશે. વેપારીઓને પણ સારો એવો ફાયદો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. બિઝનેસ માટે પ્રવાસ પર જવું પડી શકે છે. કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યમાં સામેલ થશો. ઉપરી અધિકારી તમારા કામથી ખુશ થશે.
આ પણ વાંચો : ત્રીસ વર્ષે બનશે શશ યોગ, દિવાળીમાં આ રાશિના જાતકોના જીવનમાં થશે દીવા
સિંહ રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. દરમિયાન કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદશો. દેશ-વિદેશની યાત્રા પર જવાના યોગ બનશે. લગ્નજીવનમાં સુખ-શાંતિ રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને મિઠાશ જળવાઈ રહેશે. પાર્ટનરશિપમાં કામ કરવું ફાયદાકારક રહેશે. અટવાયેલા પૈસા પાછા મળશે. પ્રોફેશનલ લાઈફમાં પણ સકારાત્મક ફેરફાર આવશે.
તુલા રાશિના જાતકોના સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. વ્યક્તિત્વમાં સુધારો જોવા મળશે. નોકરી કરી રહેલાં લોકોને પણ લાભ થઈ રહ્યો છે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. તમારી યોજનાઓ સફળ થશે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પણ પૂરા થઈ રહ્યા છે.