આ જગ્યાએ આવેલો છે સોનાનો અખૂટ ખજાનો, તમે ઉપાડતા થાકી જશો પણ…

દુનિયામાં દરેક વ્યક્તિને એવી ઈચ્છા તો ચોક્કસ જ હોય કે તેની પાસે એટલા પૈસા હોય કે તે પોતાની તમામ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. પોતાની આ ઈચ્છા અમુક અંશે પૂરી કરવા માટે લોકો રોકાણ કરે છે તો કેટલાક લોકો લોટરીની ટિકિટ ખરીદે છે તો કેટલાક લોકો વળી જાણે ખજાના મળવાના સપનાઓ સુદ્ધા જુએ છે. પરંતુ શું તમને ખબર છે કે બ્રહ્માંડ એવી જગ્યા પણ છે જ્યાં એટલું બધુ સોનું છે કે તમે ઉઠાવતા ઉઠાવતા થાકી જશો, પણ ત્યાંનો ભંડાર ઓછો નહીં થાય. જી હા, જો આ સોનું આખી દુનિયામાં વહેંચી પણ દેવામાં આવે તો દુનિયાની દરેક વ્યક્તિ કરોડપતિ બની જશે. ચાલો તમને આ વિશે જણાવીએ-
અહીં અમે જે જગ્યાની વાત કરીએ રહ્યા છીએ એ જગ્યા મંગળ અને ગુરુની વચ્ચે આવેલો ગ્રહ છે. આ જગ્યા વિશે જાણીને વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠ્યા છે, કારણ કે આ આખો ગ્રહ સોના અને કિંમતી ધાતુઓથી બનેલો હોઈ શકે છે. આ ગ્રહનું નામ છે 16 સાઈકી, જેની શોધ 1852માં ઈટાલિયન ખગોળશાસ્ત્રી એનબીએલ ડી ગ્સેપારિસે કરી હતી. 16 સાઈકી નામ ગ્રીક દેવી સાઈકી પરથી રાખવામાં આવ્યું છે. આ દેવી આત્મા અને પ્રેમની દેવી છે.
નાસા દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર 16 સાઈકીમાં લોખંડ, નિકલ અને મોટા પ્રમાણમાં સોનુ છે જેની અંદાજિત કિંમત 700 ક્વિટિલિયન ડોલર કરતાં પણ વધારે છે. એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર જો ગ્રહ પરના ખજાનાને પૃથ્વી પર લાવવામાં આવશે તો દરેક વ્યક્તિ કરોડપતિ બની શકે છે અને કોઈ પણ વ્યક્તિ ગરીબ નહીં રહે. જોકે, એ વાત અલગ છે કે જો દુનિયાની દરેક વ્યક્તિ અમીર બની જશે તો દુનિયા કઈ રીતે ચાલશે?
વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ કોઈ પ્રાચીન ગ્રહનો કોર છે, જે સૌર મંડળમાં થયેલી શરૂઆતની ટક્કરથી બચી ગયો હશે. 140 માઈલ પહોળો આ ગ્રહ સૂરજની પરિક્રમા કરે છે, જે પૃથ્વીથી ત્રણ ગણુ દૂર છે. નાસાએ 2023માં સાઈકી મિશન લોન્ચ કર્યું છે, જે 2029 સુધી ત્યાં પહોંચશે. જોકે, આ મિશનનો હેતુ માત્ર અધ્યયન કરવાનો છે, ખનન કરવાનું નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ચંદ્ર પર પણ સોનાના અંશ મળી આવ્યા છે, પણ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, જ્યારે 16 સાઈકી તો ખજાનાનો ભંડાર માનવામાં આવે છે. વૈજ્ઞાનિકો ભવિષ્યમાં ખનનની ટેક્નિક ડેવલપ કરી શકે છે, પણ હાલમાં આ ગ્રહ માત્ર સૌર મંડળના રહસ્યોને ઉજાગર કરવાનું કેન્દ્ર બની રહ્યું છે.
આ પણ વાંચો Met Gala-2025માં સેલેબ્સે કરવું પડે છે આ પાંચ નિયમોનું પાલન, નહીંતર…