132 વર્ષથી દીવાલમાં દફન બોટલમાંથી મળ્યું કંઈક એવું કે ઉડી ગયા એન્જિનયરના હોંશ…
હેડિંગ વાંચીને તમે તમારા મગજના ઘોડા દોડાવવા લાગી ગયા હશો હેં ને? પહેલો સવાલ તો એવો થાય કે ભાઈસાબ આખરે આટલા વર્ષોથી બોટલ દીવાલમાં રહી કઈ રીતે શકે? રહી તો રહી પણ આખરે દિવાલમાં બોટલ છે એવો વિચાર પણ કોને અને કઈ રીતે આવ્યો? ચાલો બોટલ મળી તો મળી પણ આખરે એ બોટલમાં એવું તે શું હતું કે એન્જિનિયરના હોંશ ઉડી ગયા? ચાલો આખો તમને આખી ઘટના વિશે જણાવીએ-
સ્કોટલેન્ડમાં એક ઐતિહાસિક લાઈટહાઉસના રિપેરિંગનું કામકાજ ચાલી રહ્યું હતું અને એ સમયે એન્જિનિયરોને બોટલમાંથી 132 વર્ષ જૂની એક બોટલ અને ચિઠ્ઠી મળી આવી. આ ચિઠ્ઠીમાં લખેલી વાતો વાંચીને એન્જિનિયરોના હોંશ ઉડી ગયા હતા. આ ચિઠ્ઠીમાં તેમના આજના કામ સંબંધિત વાતો લખવામાં આવી હતી.
ન્યૂયોર્પ પોસ્ટમાં છપાયેલા રિપોર્ટમાં કરાયેલા દાવા અનુસાર 36 વર્ષીય એન્જિયનિયર રોસ રસેલે આ વિશે જણાવ્યું હતું. તેમણે જ ચિઠ્ઠીમાં લખેલી વાતો વિશે જણાવતા કહ્યું હતું કે આ જોઈને હું ખૂબ જ ચોંકી ઉઠ્યો હતો. હું અને મારી ટીમ કિર્કકોલમમાં કોર્સવોલ લાઈટહાઉસનું સમારકામ કરી રહ્યા હતા એ સમયે દિવાલમાંથી એક બોટલ મળી હતી. આ લાઈટહાઉસ 1817માં બનાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :પર્સમાં રાખો આ નાનકડી સફેદ વસ્તુ, ક્યારેય નહીં વર્તાય પૈસાની અછત…
લાઈટહાઉસના માલિકે શરૂઆતમાં મજાકમાં કહ્યું હતું કે આ ચર્મપત્ર એક ખજાનાનો નક્શો છે. પરંતુ બાદમાં તેમને અહેસાસ થયો કે કે 1892માં એન્જિનિયર અને લાઈટહાઉસના સુરક્ષારક્ષકો દ્વારા ક્વિલ શાહીથી લખવામાં આવેલો એક સંદેશ છે. તે કોર્સવોલની ચોકીના ટોપ પર એક નવા ફ્રેસ્નેલ લેન્સ લગાવી રહ્યા હતા, જે એક રીતે તો પ્રકાશ આપનારો લાલટેન હતો. આ એ જ ઉપકરણ હતું જેના પર વર્તમાન સમયમાં એન્જિનિયર કામ કરી રહ્યા હતા.
1892માં લખાયેલા આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે આ લાલટેન જેમ્સ વેલ્સ એન્જિનિયર, જોન વેસ્ટવુડ મિલરાઈટ, જેમ્સ બ્રોડી એન્જિનિયર, ડેવિડ સ્કોટ લેબરર, જેમ્સ મિલ્ને એન્ડ સન એન્જિનિયર્સ, મિલ્ટન હાઉસ વર્ક્સ, એડિનબર્ગની ફર્મ દ્વારા મેથી સપ્ટેમ્બર વચ્ચે લગાવવામાં આવ્યું હતું અને ગુરુવારે રાતે 15મી સપ્ટેમ્બર, 1892ના તેને ફરી વખત પ્રગટાવવામાં આવ્યું હતું.
આ પત્રમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લેન્સ અને મશીનની આપૂર્તિ જેમ્સ ડોવ એન્ડ કંપની એન્જિનિયર્સ ગ્રીનસાઈડ એડિનબર્ગ દ્વારા કરાવવામાં આવ્યું છે. લાઈટહાઉસના સારસંભાળમાં લાગેલી ટીમ માટે આ પત્ર ચોંકાવનારો હતો. તેમનું એવું માનવું હતું કે ચિઠ્ઠીમાં જણાવવામાં આવેલા ઉપકરણો પર કામ કરતી વખતે આ નોટ લખવી એ અજબ સંયોગ હતો. આ બધા વચ્ચે મિલરે આ પત્રને એમના તરફથી અમારા માટે એક સીધો સંદેશ ગણાવ્યો હતો.