સ્પેશિયલ ફિચર્સ

ગુણકારી મમરાના આવા ગુણ તમે જાણો છો?

મમરા સ્વાદમાં એકદમ કુરકુરા અને સ્વાદિષ્ટ હોય છે અને તેનો ઉપયોગ નાસ્તા માટે કરવામાં આવે છે. ઘણા લોકો તેની ભેળપૂરી તો અમુક ચીક્કી, લાડુ બનાવવા માટે તેનો ઉપયોગ કરતા હોય છે. જોકે, તમે કદાચ નહીં જાણતા હો કે મમરા સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ કોઈ દવા કરતા ઓછાં નથી.

મમરા ખાવાથી શરીરને ઘણા લાભ મળે છે, તેથી તમારે તેને ભોજનમાં સામેલ કરવા જ જોઈએ. તે બજારમાં તમને આસાનીથી મળી આવે છે અને તેમાં જોવા મળતા પોષક તત્વો ઘણી બીમારીઓ દૂર કરવા માટે કામ કરે છે. આજે અમે તમને મમરા ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે જણાવીશું.


પોષક તત્વોની ઉણપ :-
આપણા શરીરને ચલાવવા માટે શરીરમાં પોષક તત્વોની કમી દૂર કરવી ખૂબ જ જરૂરી છે. આવામાં તમે ભોજનમાં મમરા શામેલ કરી શકો છો. હકીકતમાં તેમાં પ્રોટીન, એનર્જી, કાર્બોહાઈડ્રેટ, ઊર્જા, પોટેશિયમ, નિયાસિન, થાઈમીન અને રિબોફ્લેવિન મળી આવે છે. જે શરીરના કાર્ય કરવા માટે ખૂબ જ જરૂરી છે.


સિલીએક બીમારી :-
આ એક ગંભીર બીમારી છે, જે ઘઉં જેવી ચીજ વસ્તુઓમાં મળી આવતા લસ નામના પદાર્થને લીધે થાય છે. જો તમે પણ આ બિમારીથી પીડિત છો તો તમારે ભોજનમાં મમરા શામેલ કરવા જોઈએ. હકીકતમાં મમરા ગ્લુટેન ફ્રી હોય છે અને આ બિમારીથી પીડિત લોકોને ગ્લુટેન યુક્ત ચીજ વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. તેથી તમે ભોજનમાં મમરા ખાઈને તેનાથી રાહત મેળવી શકો છો.


કબજિયાતની સમસ્યા દૂર કરે છે:-
મમરામાં ઉચ્ચ પ્રમાણમાં ડાયેટરી ફાઈબર મળી આવે છે. જેના લીધે કોઈપણ ખોરાક આસાનીથી પચી જાય છે અને કબજિયાતની સમસ્યા પણ રહેતી નથી. જે લોકોને કબજીયાતની સમસ્યા હોય છે તેવા લોકોએ ભોજન પછી મમરા ખાઈ લેવા જોઈએ, જેનાથી તમને કબજીયાતની સમસ્યા થશે નહીં.


એનર્જી લેવલ વધારે છે :-
જે લોકો નાસ્તામાં મમરા ખાય છે તેના લીધે એનર્જી લેવલમાં વધારો થાય છે અને આખો દિવસ કામ કર્યા પછી પણ થાક લાગતો નથી. હકીકતમાં મમરામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે અને શરીર કાર્બ ને ગ્લુકોઝમાં પરિવર્તન કરે છે. જેના લીધે તમારી ઊર્જા એકદમ અકબંધ રહે છે અને થાક, નબળાઈની સમસ્યા રહેતી નથી.


વજન ઓછું કરવામાં મદદરૂપ :-
સામાન્ય રીતે વજન ઓછું કરવા માટે પણ મમરા કારગર સાબિત થાય છે. હકીકતમાં મમરામાં કેલરીનું પ્રમાણ બહુ ઓછું હોય છે, પણ એ ફૂલેલા હોવાથી અને પાણી શોષી લેતા હોવાથી ઝડપથી પેટ ભરાઇ જાય છે. જેના લીધે તેના સેવનથી વજન વધતું નથી. આ સાથે તેમાં મળી આવતું ફાઈબર આખો દિવસ પેટને ભરી રાખે છે, જેના લીધે તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?