સ્પેશિયલ ફિચર્સ

સ્પેમ કોલ્સથી પરેશાન છો? આ સેટિંગ ઓની કરી લેશો તો નહીં થાવ હેરાન…

આપણામાંથી મોટાભાગના લોકો જીવનમાં ક્યારેકને ક્યારેક સ્પેમ કોલ્સથી પરેશાન થયા જ હશે, જો તમે પણ આવી સમસ્યાથી હેરાન-પરેશાન છો, તો તમારે આ સ્ટોરી છેલ્લે સુધી ચોક્કસ વાંચી લેજો.

સ્પેમ કોલ્સ પણ બપોરના સમયે કે પછી કામમાં વ્યસ્ત હોવ એવા સમયે આવતા હોય છે. ઘણી વખત તો એવું પણ બને છે કે તમે એક વખત કોલ કટ કરો તો તરત જ બીજી વખત કોસલ આવવા લાગે છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે એક કામની માહિતી લઈને આવ્યા છીએ. એક ફોનની સેટિંગ ઓન કરીને તમે એમાંથી છુટકારો મેળવી શકો છો-

આ પણ વાંચો: TRAIના એક નિર્ણયને કારણે પહેલી સપ્ટેમ્બરથી મળશે આવા કોલ્સથી મુક્તિ

તમારા ફોનમાં જ એક એવી સેટિંગ હોય છે જેની મદદથી તમે સ્પેમ કોલ્સને ડિટેક્ટ કરીને ઓટોમેટિગ બ્લોક કરી દે છે. જેને કારણે આવા કોલ્સ તમારા સુધી પહોંચી જ નહીં શકે. જોકે, અહીં તમારી જાણ માટે કે આ ફીચર માત્ર એન્ડ્રોઈડ ફોન યુઝ કરનારા લોકો માટે જ ઉપલબ્ધ છે. આઈફોન યુઝર્સ માટે આવું કોઈ ફીચર નથી કે જે સ્પેમ કોલ્સ ઓટોમેટિકલી બ્લોક કરી દે.

ચાલો જોઈએ કઈ છે આ સેટિંગ-

⦁ એન્ડ્રોઈડ ફોન્સની વાત કરીએ કો તમારે સૌથી પહેલાં ગૂગલ ડાયલરમાં જવું પડશે.

⦁ અહીં તમારી જમણી બાજુએ ઉપરની બાજુએ દેખાઈ રહેલાં ત્રણ ડોટ પર ક્લિક કરો.

⦁ હવે સેટિંગમાં કોલર આઈડી એન્ડ સ્પેમનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.

⦁ ત્યાર બાદ તમારે કોલર એન્ડ સ્પેમ આઈડીને ઓન કરવું પડશે.

⦁ આ સાથે જ તમને ફિલ્ટર સ્પેમ કોલ્સનો ઓપ્શન સિલેક્ટ કરવો પડશે.

⦁ આ બંને ફીચર ઓન કરી લેશો તો તમને સ્પેમ કોલ્સ નહીં આવે.

⦁ જોકે, ઘણા ફોનમાં આ ઓપ્શન બીજા નામે પણ હોઈ શકે છે. આ સિવાય કેટલાક સ્પેમ કોલ્સ આ ફિલ્ટર બાદ પણ આવે છે

⦁ વાત જાણે એમ છે કે યુઝર્સના રિપોર્ટ કર્યા બાદ કોઈ કોલને સ્પેમ માર્ક કરી શકે છે

⦁ જો નંબર સ્પેમ માર્ક નહીં હોય તો તે કોલ આ ફિલ્ટરથી બચી જાય છે

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button