મોબાઈલની દુનિયામાં થશે પાર વગરના ફેરફાર……..સિમકાર્ડ અને ચાર્જરની ઝંઝટ જ ખતમ !
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ
ડિજિટલની દુનિયામાં જેટલાં ઈનોવેશન-નવ પરિવર્તન-નવી શોધખોળ થાય છે એને દૈનિક ધોરણે ગણવાં કઠિન છે. નાનું-મોટું સંશોધન કાર્ય ચાલતું જ હોય છે. કેટલાક લોકો આને ‘જુગાડ’નું નામ આપે છે તો કેટલાક એને પ્રથમ સફળતા પણ માને છે. મોબાઈલ અને ઈન્ટરનેટ આ બન્ને પાસાએ એક નવું માધ્યમ ઊભું કરતા દુનિયા એક ગ્લોબલ વિલેજ બની એમ કહેવામાં કંઈ ખોટું નથી. સ્માર્ટફોનના સર્જનને ક્રાંતિ સમાન માનવું યોગ્ય છે. પ્રોફેશનલ કૅમેરાને ટક્કર મારે એવા મોબાઈલના કૅમેરાના રિઝલ્ટ અને એપ્સની દુનિયામાં ડોકિયું કરીએ તો દરિયાની ઊંડાઈ-પહોળાઈ ઓછી પડે એવી વિવિધતા છે. એક પછી એક અપડેટથી કંઈક નવી વસ્તુઓ રોમાંચને વધારી રહી છે. એ પછી નવા મોબાઈલનું માર્કેટલોંચિંગ હોય કે નવી ઑપરેટિંગ સિસ્ટમ….
કાળક્રમે બદલતી ટૅકનોલૉજીની દુનિયામાં નવું શું છે એના પર જ મોટાભાગના લોકોની નજર રહેતી હોય છે. મોબાઈલ ફોનની નાનકડી સ્ક્રિનમાંથી દુનિયાભરના વિષયો પીરસાય છે એમાં ઘણી વખત પીરસવાની શૈલીમાં વૈવિધ્ય જોવા મળ્યું છે. ગૂગલ સર્ચ બાદ અઈં ટૅકનોલૉજીએ નવા માર્ગ તૈયાર કરી આપ્યા છે, જે માટે અગાઉ તૈયારી કરવી પડતી, પ્રસ્તાવના લખવી પડતી. સ્માર્ટફોનની નવી એડિશનમાં સોફ્ટવેરના અપગ્રેડેશન સાથે એ વસ્તુઓ આવી રહી છે જે ખરા અર્થમાં આશ્ર્ચર્યની ગ્રંથિને પણ ભૂકંપ જેવો અનુભવ કરાવી દેશે. ચાલો. આવા દરિયામાં ડૂબકી મારીને આવનારી મોબાઈલ ટૅકનોલૉજીના એંધાણ જોઈએ.
૫જીની ટૅકનોલૉજીના જમાનામાં ૩ડી સામાન્ય વાત છે. ૪ડીમાં હવે ફિલ્મો રજૂ થાય છે. ફોનની સ્ક્રિન પર જ એક આખી લેઝરના કિરણો જેવી ઈમેજ ઊભી થાય તો? આ ટૅકનોલૉજી આવી રહી છે મોબાઈલમાં, જેને કહેવા છે હોલોગ્રાફિક્સ ડિસપ્લે.
કૅનેડાની એક યુનિવર્સિટીએ ગુપ્તખાને કરેલો પ્રયોગ ભવિષ્યમાં આકાર લઈ શકે છે. આ પ્રયાસમાં સફળતા મળી તો ગૂગલ મેપ પરની આખી ઈમેજ ક્યાં કેવી હશે એની કલ્પના સાચી પડશે.
હાઈ-વેના મેપ ઓરિજિનલ કેવા લાગતા હશે એ સવાલનો જવાબ મળશે. ટ્રાફિક ઍલર્ટની નોટિફિશન મળશે.
અહીં ફાયદાની વાત એ છે કે, મોબાઈલ સ્ક્રિન પર તૈયાર થતી ઈમેજ એક એવો અનુભવ આપશે જાણે આપણે જ કોઈ મેપમાં રિયાલિટી જોઈ રહ્યા હોઈએ.
હવે ધારી લો કે, મોબાઈલમાંથી સિમ બદલતી વખતે કોઈ સિમકાર્ડ કોઈ કારણે ખોવાઈ ગયું તો? અથવા તો કોઈ એવું કહે કે, મોબાઈલમાં કોઈ જ પ્રકારના સિમકાર્ડના સ્લોટ જ
નથી તો? ‘એપલ’ અને ‘સેમસંગ’ જેવી કંપની સિમ સ્લોટ વગરના મોબાઈલ પર કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો ખરા અર્થમાં આ નવી ક્રાંતિ હશે. ટેલિફોનથી શરૂ થયેલી માહિતીસંચારની દુનિયામાં એક નવા યુગની શરૂઆત હશે.
આ પહેલા પણ કેટલીક મોબાઈલ કંપની એ વાત સ્પષ્ટ કરી ચૂકી હતી કે એમને મોબાઈલમાં સિમકાર્ડ માટે અલગ સ્લોટ ફાળવવા પડે છે, જે એમના ચીપ પ્રોગ્રામિંગને રોકે છે. આ સ્લોટ દૂર થશે તો ડિવાઈસની ખાસિયતની એક અલગ મજા માણવા મળશે એ નક્કી છે.
ચાર્જિંગ કેબલની દુનિયામાં હવે તો મોટાભાગના કેબલ સી-ટાઈપ અને ફાયબર કેબલ પર ફ્કિસ થઈ ગયા છે. ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ‘એપલ’ના ફોનને બાદ કરતાં મોટાભાગની સી- ટાઈપની પિનથી મોબાઈલમાં ફાસ્ટ ચાર્જિંગ થાય છે. ક્યારેક ચાર્જ કરવાનું ભૂલાઈ જાય તો મોબાઈલ જાણે વેન્ટિલેટર પર જીવતો હોય એવું લાગે. માની લો કે, ચાર્જિંગ વાયર પ્લગ પણ કરી દીધો, પણ સ્વિચ ચાલું કરવાનું ભૂલાઈ ગયું અને છેક સવારે ખબર પડે તો?
આવું ન થાય એ માટે કંપની લાવે છે બેકએન્ડ ચાર્જિંગ સ્લોટ. મોબાઈલની સ્ક્રિન ઉપરની દિશામાં રહે એ રીતે મોબાઈલ એક ડિવાઈસ પર રાખી દેવાથી મોબાઈલ ફૂલ્લી ચાર્જ થશે. આ ડિવાઈસનું પરીક્ષણ થઈ ચૂકયું છે. મોંઘીદાટ ગણાતી કારમાં પણ આ ડિવાઈસ સેટ છે. આ પરથી કહી શકાય કે, આ ડિવાઈસ માર્કેટમાં મળશે એ દિવસો દૂર નથી.
સ્વિચ ચાલું કરવાની ચિંતા કે ન કેબલ સાચવવાની ઝંઝટ. મોબાઈલ મૂકોને ચાર્જિંગ ચાલું…!
‘ફોર્બ્સ’ મેગેઝિનનો રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે, તમારી હેલ્થનું ધ્યાન પણ હવે મોબાઈલ રાખશે. વાત હેલ્થની છે
એ વિષયમાં એકવાત એવી પણ છે કે, ફિટનેસ સંબંધિત એપ્લિકેશનના પર્ફોર્મન્સ અને રિઝલ્ટમાં મતમતાંતર છે.
‘ગૂગલ’ જેવી જાયન્ટ કંપની આ વિશે રિસર્ચ કરીને કંઈક
નવું આપે તો નવાઈ નહીં. પર્સનલ હેલ્થ ફિચર્સથી નોટિફિકેશન મળશે. નિષ્ણાતો ત્યાં સુધી કહે છે કે, મોબાઈલ ઓટોમેટિક
રીતે સ્વિચઓફ થઈ જશે. કમ્પ્યુટરની માફક એડમિન અને
ગેસ્ટ એવા એકાઉન્ટ પણ સેટ કરી શકાશે. હવે આ સિસ્ટમ
આવે તો બાળકો માટે મોબાઈલને અલગથી કસ્ટમાઈઝ નહીં
કરવો પડે.
આઉટ ઑફ ધ બોક્સ
‘નોકિયા’ અને ‘બ્લેકબેરી’નો એક યુગ હતો. સફળતા
એની શિખર પર હતી ત્યારે જુદા જુદા ડિવાઈસનાં લેટેસ્ટ ફિચર્સનું વૈવિધ્ય એમના માટે ઘાતક સાબિત થઈ શકે એવું બધા સ્વિકારે છે.
Also Read –