ધનતેરસની સાંજે કરો આ ખાસ ઉપાય, આખું વર્ષ થશે ધનવર્ષા, માતા લક્ષ્મીની કૃપા વરસશે…

આજે 18મી ઓક્ટોબર એટલે કે ધનતેરસ અને ધનતેરસના દિવસથી જ દિવાળીની શરૂઆત થાય છે. હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે દિવાળી અને દેશભરમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહથી આ દિપોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ધનતેરસની વાત કરીએ તો સનાતન ધર્મમાં આ દિવસનું ખાસ મહત્વ છે અને આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન કુબેર તેમ જ ધન્વંતરી દેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નવી વસ્તુ ખરીદવાનું શુભ માનવામાં આવે છે. જો તમે પણ માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માંગો છો તો ધનતેરસની સાંજે કેટલાક ખાસ ઉપાયો કરવા જોઈએ. આજે અમે અહીં તમને આવા જ કેટલાક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
ધનવર્ષા પોટલી બનાવો
ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને કુબેર દેવની કૃપા મેળવવા માટે ધનવર્ષા પોટલી તૈયાર કરવી જોઈએ. આ પોટલી તૈયાર કરવાથી ઘર-પરિવારમાં ધન, સુખ, સમૃદ્ધિ જળવાઈ રહે છે. આ પોટલીને માતા લક્ષ્મીનો કૃપા મેળવવા અને આર્થિક સુરક્ષાનું પ્રતિક માનવામાં આવે છે. આ પોટલી ઘરમાં રાખવાથી ઘરમાં પોઝિટીવ એનર્જી આવે છે અને આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
ધનવર્ષા પોટલી કઈ રીતે બનાવશો?
ધનવર્ષા પોટલી બનાવવા માટે હળદર, ચાંદીનો સિક્કો, લક્ષ્મીજીનો ફોટો, સોપારી, ગોમતી ચક્ર, કોડી, કમલગટ્ટે, એલચી, લવિંગ, અક્ષત અને ધાણાની જરૂર પડશે. સૌથી પહેલાં તો એક સાફ કપડાં પર પૂજાની સામગ્રી એટલે કે હળદર, ચાંદીનો સિક્કો, લક્ષ્મીજીની ફોટો, બે સોપારી, બે ગોમતી ચક્ર, બે કોડી, પાંચ કમલગટ્ટાના બીજ, બે એલચી, બે લવિંગ અને પીળા રંગના ચોખા અને ધાણા રાખો. આ તમામ વસ્તુ માતા લક્ષ્મીને અર્પણ કરો.

પૂજા સંપન્ન થયા બાદ કપડાંની પોટલી બનાવીને તિજોરી કે જ્યાં પૈસા રાખતા હોવ એ ઠેકાણ રાખો. આ ઉપાય કરવાથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા વરસે છે. આર્થિક તંગી દૂર થાય છે અને આખું વર્ષ ઘર-પરિવાર પર ધનવર્ષા થાય છે.
દીપક પ્રજ્વલિત કરો
ધનતેરસની રાતે દીપક પ્રગટાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘરના દરેક રૂમ, મુખ્ય દરવાજાની બહાર દીપક પ્રજ્વલિત કરવાની પ્રથા છે. આવી સ્થિતિમાં ઘર રોશન તો થાય છે પણ એની સાથે સાથે નેગેટિવ એનર્જી પણ દૂર થાય છે. ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે. ઘરમાં રહેલી જૂની નેગેટિવ ઊર્જા અને મેલી નજર દૂર થાય છે. આ જ કારણસર ધનતેરસની સાંજે જેટલા વધારે દીપક પ્રજ્વલિત કરવા જોઈએ.
આ પણ વાંચો…સ્વસ્થ તન અને મનથી મોટું કોઈ ધન નથીઃ ધનતેરસ ધનવંતરી ભગવાનને પૂજવાનો દિવસ