એર ઇન્ડિયા દ્વારા મુસાફરોની સુરક્ષામાં ચૂક: એક યાત્રી પાસેથી મળી કારતૂસ
નવી દિલ્હીઃ તહેવાર ટાણે યાત્રીઓની સુરક્ષાને લઈને મોટી બેદરકારીના અહેવાલો મળી રહ્યા છે. આઈજીઆઈ એરપોર્ટ પર એર ઈન્ડિયાના પેસેન્જરના ખિસ્સામાંથી એક કારતૂસ મળી આવ્યાં છે. ત્યારબાદ એર ઈન્ડિયાએ એરપોર્ટ પોલીસને આ અંગે ફરિયાદ નોંધાવી છે. મામલો 27મી ઓક્ટોબરનો હોવાનું કહેવાય છે.
માહિતી આપતાં એર ઈન્ડિયાએ જણાવ્યું કે, 27 ઓક્ટોબરે દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં સીટના ખિસ્સામાંથી દારૂગોળો કારતૂસ મળી આવ્યો હોવાની માહિતી મળી હતી. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ ફ્લાઈટ નંબર AI916માં આ કારતૂસ મળી આવ્યું હતું.
એરલાઇનના પ્રવક્તાએ શનિવારે જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ફ્લાઇટ દુબઇથી ઉડાન ભરી હતી અને દિલ્હી એરપોર્ટ પર ઉતરી હતી. ઘટનાની વધુ વિગતો આપ્યા વિના જ એરલાઈને માહીતી આપતા કહ્યું હતું કે કારતુસ મળી આવ્યા બાદ તમામ મુસાફરો સુરક્ષિત રીતે નીચે ઉતરી ગયા હતા. એર ઈન્ડિયાએ તેમનાં પક્ષે કહ્યું હતું કે, “એર ઈન્ડિયાએ નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કર્યું છે અને એરપોર્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.”
આપણ વાંચો: ઈરાને ઈઝરાયેલ પર હુમલાની ચેતવણી આપ્યા બાદ એર ઈન્ડિયાએ પોતાનો રૂટ બદલ્યો
દેશમા ફલાઇટ ઉડાવવાની ધમકી:
એકતરફ દેશમા ફલાઇટ અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, તે પરિસ્થિતિની વચ્ચે કારતૂસ મળી આવ્યુ છે. તમને જણાવી દઈએ કે 16 દિવસમાં 510 થી વધુ ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે, જે પાછળથી ખોટી સાબિત થઈ. આ ધમકીઓ મોટાભાગે સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી.
મંત્રીએ બોલાવી હતી બેઠક:
આ ઘટનાઓ બાદ કેન્દ્ર સરકારે ઓક્ટોબરના ત્રીજા સપ્તાહમાં આપાતકાલીન બેઠક બોલાવી હતી. નાગરિક ઉડ્ડયન પ્રધાને જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ એરલાઇન્સ સામે બોમ્બની ધમકીના તમામ કેસોની સક્રિયપણે તપાસ કરી રહી છે અને સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. નાયડુએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA), બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી (BCAS), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), ગૃહ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી.