સ્પેશિયલ ફિચર્સ

બોલો કેવી મજા, બોસે 10 દિવસની રજા ફક્ત 2 મિનિટમાં મંજૂર કરી…

જ્યારે તમે કોઇ પણ જગ્યાએ નોકરી કરો છો ત્યારે તમારા માટે સૌથી મુશ્કેલ કામ એ છે કે ઓફિસમાંથી રજાઓ મળવી, કેટલાય હાથ-પગ જોડીએ ત્યારે માંડ બે કે ત્રણ દિવસની રજા મંજૂર થાય. રજાની અરજી જોતાંની સાથે જ મેનેજમેન્ટના લોકો ભવાં ચડાવવા માંડે છે. જ્યારે હાજર હોઇે ત્યારે એમ કહે કે શું કેમ કરો છો, અને રજા માંગીએ તો એમ કહે કે તમારું કામ કોણ કરશે. અને એમના આ કન્ફયુજનમાં આપણે વચ્ચે લચકીને રહી જઇએ.

ત્યારે એક નસીબદાર કર્મચારીએ સોશિયલ મીડિયા પર એક સ્ક્રીન શોટ શેર કર્યો જેમાં મેનેજરે માત્ર 2 મિનિટમાં તેની 10 દિવસની રજા મંજૂર કરી દીધી, તો ઘણા લોકો કહેવા લાગ્યા કે આવું નસીબ કોનું હોય. જ્યારે કેટલાક યુઝર્સે કર્મચારી સાથે ચેટ દરમિયાન મેનેજર દ્વારા ડિલીટ કરાયેલા મેસેજ અંગે સવાલો કરવાનું શરૂ કર્યું હતું.


વાઇરલ સ્ક્રીનશોટમાં કર્મચારીએ બોસને વોટ્સએપ પર લખ્યું હતું કે હાય પૂજા, હું આ મહિનાની 15 તારીખની આસપાસ ટ્રિપનું આયોજન કરી રહ્યો છું. શું મને 15મીથી 25મી સુધી રજા આપી શકશો? તેનો જવાબ આપતા બોસે કહ્યું હતું હા, અને એમ પણ લખ્યું કે મજા કરો. જો કે આ પછી બોસે બે મેસેજ ડિલીટ પણ કર્યા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે મેનેજરે એવું શું લખ્યું કે તેને મેસેજ ડિલીટ કરવો પડ્યો.

13 સપ્ટેમ્બરના રોજ વોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ પોસ્ટ કરતા એક્સ યુઝરએ દાવો કર્યો હતો કે મેનેજરે મારી 10 દિવસની રજા 2 મિનિટમાં મંજૂર કરી દીધી. આ પોસ્ટને 5 લાખ 57 હજારથી વધુ વ્યૂઝ, સાડા ચાર હજારથી વધુ લાઈક્સ અને તમામ યૂઝર્સ તરફથી રિએક્શન મળી ચૂક્યા છે. એક યુઝર્સે લખ્યું હતું કે તે ખૂબજ સારો મેનેજર છે. બીજાએ લખ્યું હતું કે હું પ્રાર્થના કરું છું કે દરેકને આવા મેનેજર મળે. ત્યારે કેટલાક લોકોએ કહ્યું કે અસલી વસ્તુ ડિલીટ કરેલા મેસેજમાં રહેલી છે. જ્યારે ઘણા યુઝર્સે મેનેજમેન્ટને ઉત્કૃષ્ટ ગણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button