Zerodha પ્લેટફોર્મ ફરી હેંગ થયું, રોકાણકારોને નુકસાન, સોશિયલ મીડિયા પર રોષ
મુંબઈ: શેરબજારમાં સતત ઉતારચઢાવ આવતા રહે છે, ત્યારે રોકાણકારો માટે દરેક પળ કિંમતી હોય છે. એવામાં એક અહેવાલ મુજબ ઝેરોધાનું ઓનલાઈન બ્રોકિંગ માટેનું પ્લેટફોર્મ થોડા સમય માટે સંપૂર્ણપણે સ્થગિત થઈ જતા રોકાણકારોને મોટું નુકશાન પહોંચ્યું છે.
યુઝર્સ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી રહ્યા. આઉટેજને કારણે, ઈન્ડિયા સિમેન્ટ જેવા શેરો, જેના પર હવે F&O પ્રતિબંધ(Ban) નથી, તેને પ્લેટફોર્મ પર પ્રતિબંધ હેઠળ દર્શાવવામાં આવ્યા. આનાથી થોડા સમય માટે યુઝર્સને ઓર્ડર આપવામાં આવતા અટકાવવામાં આવ્યા હતા, જે પછી બ્રોકિંગ પ્લેટફોર્મ પર ફરીથી કામ શરુ થયું.
અગાઉ 3 જૂનના રોજ પણ ઝેરોધા પ્લેટફોર્મ પર યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, એ દિવસે જાહેર થયેલા એક્ઝિટ પોલ્સમાં ફરીથી મોદીની સરકાર સચાવાના સંકેત મળતા, બેન્ચમાર્ક સૂચકાંકો રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
ઝીરોધાના યુઝર્સ સોશિયલ મીડિયા x પર રોષ ઠાલવી રહ્યા છે,
Also Read: Tamil nadu લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 47 લોકોના મોત, 3 લોકોની ધરપકડ, વિધાનસભામાં હોબાળો