WhatsApp server down: વોટ્સએપનું સર્વર ડાઉન થઇ જતા યુઝર્સને સમસ્યા, જાણો કંપનીએ શું કહ્યું
ગઈ કાલે બુધવારે રાત્રે મેટા(Meta)ના ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ(WhatsApp)નું સર્વર ડાઉન થઇ જતા યુઝર્સને તકલીફ પડી હતી. અહેવાલો મુજબ બુધવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે વોટ્સએપનું સર્વર ડાઉન(Server Down) થઈ ગયું હતું. જોકે અડધા કલાક બાદ સર્વિસ રીસ્ટોર કરવામાં આવી હતી. લોકોને વોટ્સએપ પર મેસેજ સેન્ડ અને રિસીવ કરવામાં સમસ્યાઓ થઇ હતી.
આઉટેજ દરમિયાન, WhatsApp વેબ બ્રાઉઝર વર્ઝનમાં લૉગ ઇન કરવામાં પણ યુઝર્સને સમસ્યા થઇ હતી. આ સમય દરમિયાન, લોકો WhatsApp પર ઓડિયો અને વિડિયો કૉલ્સ સર્વિસનો ઉપયોગ કરી શક્યા ન હતા.
વેબ સાઈટ્સ અને એપ્સના આઉટેજ ટ્રૅક કરતી ડાઉનડિટેક્ટર(Downdetector) વેબસાઇટ મુજબ ભારતીય યુઝર્સ તરફથી WhatsApp પ્લેટફોર્મ પર સમસ્યાઓને અંગે 17,000 થી વધુ રીપોર્ટસ નોંધાયા હતા છે. યુનાઇટેડ કિંગડમમાં 67,000 અને બ્રાઝિલમાં 95,000 યુઝર્સે પ્લેટફોર્મ પર સમસ્યા અંગે જાણ કરી હતી.
વોટ્સએપે આઉટેજ અંગે કહ્યું કે “અમે જાણીએ છીએ કે કેટલાક લોકો અત્યારે સમસ્યા અનુભવી રહ્યા છે. અમે દરેક માટે શક્ય તેટલી ઝડપથી સર્વિસ 100% રીસ્ટોર કરવા કામ કરી રહ્યા છીએ.”
વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના સ્ટેટસ સર્વિસ પેજ પરના નિવેદન મુજબ “અમે હાલમાં ક્લાઉડ API પર આઉટેજનેનો અનુભવ કરી રહ્યા છીએ. આ સમસ્યા 04-03-2024 11:10 AM PST (11:40pm IST) પર શરૂ થઈ હતી. અમારી એન્જિનિયરિંગ ટીમો સમસ્યાની તપાસ કરી રહ્યા રહી છે. જો વધારાની માહિતી ઉપલબ્ધ હશે તો અમે 4 કલાકની અંદર અથવા વહેલામાં બીજું અપડેટ પ્રદાન કરીશું.” જોકે અડધા કલાકમાં જ સર્વિસ રીસ્ટોર થઇ ગઈ હતી.
આ પહેલા 5 માર્ચે મેટાની ઘણી સેવાઓ એક કલાક માટે ડાઉન થઇ ગઈ હતી. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એક કલાકથી વધુ સમય સુધી ડાઉન રહ્યા હતા. ઘણા લોકોના ફેસબુક એકાઉન્ટ લોગ આઉટ થતા રહ્યા. જ્યારે ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સ કામ કરી રહ્યા ન હતા.