Twitter Down:: સોશિયલ મીડિયા X પર કોઈ પોસ્ટ નથી દેખાઈ રહી, યુઝર્સ પરેશાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter)ની સર્વિસ ગુરુવારે સવારથી ડાઉન થઇ ગઈ છે. યુઝર્સને પ્લેટફોર્મ પર કોઈ પોસ્ટ નથી જોવા મળી રહી. સવારે 11 વાગ્યાની આસપાસ, ટ્વિટર યુઝર્સે પ્લેટફોર્મમાં સમસ્યાઓ વિશે ફરિયાદ કરવાનું શરૂ કર્યું હતું.
વેબસાઇટ આઉટેજને ટ્રૅક કરતી વેબસાઇટ Downdetector મુજબ, આજે સવારે 11 વાગ્યે, 70000 થી વધુ વપરાશકર્તાઓએ X કામ ન કરવા અંગે ફરિયાદ કરી છે. સૌથી વધુ સમસ્યાઓ X ની એપમાં જોવા મળી હતી. 29 ટકા યુઝર્સે વેબસાઈટ અટકી જવાની ફરિયાદ કરી હતી.
માહિતી અનુસાર, માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં યુઝર્સને Xનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ સુધી આ આઉટેજ અંગે X તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ પહેલીવાર નથી જ્યારે X યુઝર્સને પ્લેટફોર્મ પર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય. એલોન મસ્કે ટેકઓવર કર્યા બાદ માર્ચ અને જુલાઈ 2023માં X ડાઉન થઈ ગયું હતું.