ઇમ્યુનિટી અને આંખની રોશની વધારશે આ રસોડાની આ જાદુઇ વસ્તુ, ડાયાબિટીસના દર્દીઓ અચૂક કરે ઉપયોગ
આપણા રસોઇમાં વપરાતી અનેક એવી ચીજવસ્તુઓ છે જે શરીરના નાનામોટા રોગ સામે લડવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. કેટલાક મસાલા છે જે ઔષધિનું કામ કરતા હોય છે, તો વાનગીઓનો ટેસ્ટ વધારવા વપરાતી વસ્તુઓ જે દેખાય સાવ સામાન્ય પણ શારીરિક બિમારીઓનો જાદુની જેમ ઉપચાર કરે. આવી જ એક વસ્તુ છે કોથમીર જેને ધાણાં પણ કહેવાય છે.
દરેક ગુજરાતી વાનગીમાં સ્વાદ વધારવા અચૂકપણે વપરાતી કોથમીર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં ફાયદારૂપ માનવામાં આવે છે. જો તેનો નિયમિતપણે વપરાશ થાય તો તેનાથી રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે.
પાચન તંત્રને યોગ્ય કરવામાં પણ કોથમીર લાભદાયી સાબિત થાય છે. જો પેટમાં દર્દ હોય અને ભૂખ ઓછી લાગે તો કોથમીરને ભોજનમાં સામેલ કરો.
રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત કરવામાં પણ કોથમીરનું સેવન લાભદાયી રહેશે. જો કોઇને શ્વાસ લેવામાં તકલીફ છે અને છાતીમાં દર્દ થાય છે તો કોથમીરનું સેવન વધારી દેવું જોઈએ.
સ્કીનને સારી રાખવામાં પણ કોથમીર લાભદાયી રહેશે. તેના સેવનથી ચહેરા પરના ડાઘ, ખીલ અને કરચલીઓ ઘટે છે. આંખની રોશનીને સારી રાખવામાં કોથમીર લાભદાયી છે. તેનાથી આંખમાં થતી બળતરા ઘટે છે.
ડાયાબિટીસના દર્દીએ કોથમીરનું સેવન જરૂરથી કરવું. તે તેને કંટ્રોલ કરવામાં પ્રભાવી સાબિત થઈ શકે છે.