Whatsapp લાવી રહ્યું છે જોરદાર New Features, હવે થર્ડ પાર્ટી App માં પણ મોકલી શકશો મેસેજ

નવી દિલ્હી: Whatsapp New Features Update 2024: વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી મેસેજિંગ એપ Whatsapp હવે દરેક વ્યક્તિની જરૂરિયાત બની ગઈ છે. અંગત અને વ્યવસાયિક જીવનમાં તેનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે. લોકો WhatsApp પર એક ક્લિકથી નાના-મોટા કામ કરી શકે છે. જેના કારણે તે યુઝર્સના જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે. પોતાના યુઝર્સની આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કંપની એક પછી એક અપડેટ લાવી રહી છે. જેના દ્વારા યુઝર્સની લાઈફ વધુ સરળ બની ગઈ છે. ફરી એકવાર કંપની પોતાના યુઝર્સ માટે ખાસ અપડેટ લાવી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, WhatsApp થર્ડ-પાર્ટી ચેટ્સ સપોર્ટ ફીચર (Third-Party Chats support feature) પર કામ કરી રહ્યું છે. આ ફીચર દ્વારા યુઝર અન્ય એપ્સ પર પણ પોતાની ચેટ અથવા મેસેજ મોકલી શકશે. Whatsappના નવા ફીચર્સ આવ્યા બાદ યુઝરને Info સ્ક્રીન નામનો નવો વિકલ્પ મળશે.
આ જાણકારી વોટ્સએપના નવા અપડેટ્સ પર નજર રાખતી વેબસાઈટ WABetaInfo દ્વારા આપવામાં આવી છે. વોટ્સએપ પહેલા જ ચેટ ઇન્ટરઓપરેબિલિટી ફીચર (Chat Interoperability feature) વિશે જણાવી ચૂક્યું છે. Whatsappના નવા ફીચર્સ આવ્યા બાદ યુઝરને ઈન્ફો સ્ક્રીન નામનો નવો વિકલ્પ મળશે.
કંપની આ ખાસ કરીને થર્ડ પાર્ટી ચેટને સપોર્ટ કરવા માટે બનાવી રહી છે. આ ફીચર દ્વારા યુઝર ટેલિગ્રામ, સિગ્નલ સહિત અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર મેસેજ મોકલી શકશે. તેનાથી તેના કોમ્યુનિકેશનમાં સુધારો થશે. કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે થર્ડ-પાર્ટી ચેટમાં કેટલીક મર્યાદાઓ પણ હશે જેથી યુઝરને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે અને ન તો કોઈ તેનો ગેરલાભ લઈ શકે.