NASAએ સ્પેસ સેન્ટરમાં હાથ ધરાયેલા અનોખા વિજ્ઞાન પ્રયોગોનો રસપ્રદ વિડીયો શેર કર્યો

2023ના વર્ષ દરમિયાન NASAએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(ISS)માં રેહલા અવકાશયાત્રીઓ દ્વારા કરવામાં આવેલા વિવિધ પ્રયોગો અંગે સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા લોકોને અચંબિત કર્યા હતા. હવે વર્ષ સમાપ્ત થવા આવ્યું છે ત્યારે નાસાએ YouTube પર ISSમાં થયેલા પ્રયોગોનો કમ્પાઈલ્ડ વિડિઓ શેર કર્યો છે. વિડીયોમાં ISSની અંદર ખીલેલા ફૂલો અને શાભાજીથી ભરેલો સુંદર બગીચો, ડાન્સિંગ ફ્લેમ અને પાણી સાથેને પ્રયોગો જોવા મળે છે. સાથે સાથે વિડીયો એવા પ્રયોગોની ઝલક આપે છે જે ભવિષ્યમાં માનવજાતના અવકાશ સંશોધનના મિશનમાં નિર્ણાયક સાબિત થશે.
આ વિડિયો ધ લિન્ડન બી. જોન્સન સ્પેસ સેન્ટરની અધિકૃત YouTube ચેનલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. ધ લિન્ડન બી. જોન્સન સ્પેસ સેન્ટર ટેક્સાસના હ્યુસ્ટનમાં સ્થિત સમાનવ સ્પેસ ફ્લાઈટ માટે નાસાનું કેન્દ્ર છે.
અવકાશ એજન્સીએ YouTube પર લખ્યું કે. “અવકાશયાત્રી વુડી હોબર્ગ તમને અવકાશમાં હાથ ધરવામાં આવેલા વાસ્તવિક વિજ્ઞાન પ્રયોગોના ફરતા, રંગીન અને મંત્રમુગ્ધ કરી દેનારા સંગ્રહનો પરિચય કરાવશે. ગેટ રેડી ફોર ક્લાસિકલ મ્યુઝીક! છોડ વૃદ્ધિના પ્રયોગો! અવકાશયાત્રી ક્રિસ્ટીના તમને NASAનો બગીચો અવકાશમાં કેવી રીતે વધે છે તે શોધવામાં મદદ કરે છે.”