ટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજી

‘હેપ્પી વીકએન્ડ, થેંક યુ માઇક્રોસોફ્ટ…’ Microsoft ક્રેશ થતા સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર

માઈક્રોસોફ્ટની ક્લાઉડ સર્વિસમાં ખામીને (Microsoft outage)કારણે વિવિધ ક્ષેત્રની વિશ્વભરની ઘણી સંસ્થાઓમાં કામ ઠપ્પ થઈ ગયું છે. આ આઉટેજની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. આઉટેજ સંભવતઃ

ક્રાઉડસ્ટ્રાઇક(Crowdstrike)ની ફેલ થઇ જવાને કારણે થયું છે, ક્રાઉડસ્ટ્રાઇક એક સાયબર સિક્યોરિટી પ્લેટફોર્મ છે જે Microsoft Windows માટે સિક્યોરિટી પ્રદાન કરે છે.

સોશિયલ મીડિયા પર માઈક્રોસોફ્ટ આઉટેજને લગતા ઘણા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. જેમાં ઓફિસમાં કામ કરતા લોકો ખુશી વ્યક્ત કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ ખાસ કરીને એ માટે મીમ્સ બનાવી રહ્યા છે કે આ આઉટેજ શુક્રવારે થયું છે, વિકેન્ડમાં રજા હોવાને કારણે કોર્પોરેટર કર્મચારીઓમાં ખુશી છે.

મોટાભાગના સોશિયલ મીડિયા યુઝર્સે X પર જણાવ્યું હતું કે “માઈક્રોસોફ્ટ રજાના મૂડમાં છે.”

X પર પોસ્ટમાં એ યુઝરે લખ્યું: હેપ્પી વીકએન્ડ, આભાર #Microsoft #Bluescreen.

| Also Read: Microsoft Outage: માઇક્રોસોફ્ટમાં ખામી સર્જાતા ખળભળાટ, દુનિયાભરમાં એરપોર્ટસ, બજારો, બેંકો, સ્ટોક એક્સચેન્જ ઠપ્પ

અન્ય વપરાશકર્તાએ પોસ્ટ કર્યું કે હું માઇક્રોસોફ્ટનો આભાર માનું છું જેણે શુક્રવારે વૈશ્વિક સ્તરે લેપટોપને ક્રેશ કરવાનો નિર્ણય કર્યો.

| Also Read: Microsoft outage: મુંબઈ, દિલ્હી એરપોર્ટ પર આ એરલાઈન્સની કામગીરી ઠપ્પ, મુસાફરો રઝળ્યા

એક મિમમાં લખવામાં આવ્યું હતું કે કોર્પોરેટ કર્મચારી હોવાને કારણે મારે મારા મેનેજર સામે હું દુઃખી થવાનો દેખાવ કરું છું, પણ હું અંદરથી ખુશ છું.

https://twitter.com/shaho_ka_shah/status/1814178274693484979

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button