ટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજીવેપાર અને વાણિજ્ય

Microsoft Outage: માઇક્રોસોફ્ટમાં ખામી સર્જાતા ખળભળાટ, દુનિયાભરમાં એરપોર્ટસ, બજારો, બેંકો, સ્ટોક એક્સચેન્જ ઠપ્પ

આજે શુક્રવારે 12 વાગ્યાની આસપાસ માઇક્રોસોફ્ટની વિવિધ સર્વિસમાં ટેકનિકલ આઉટેજ (Microsoft Outage) શરુ થતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. આ આઉટેજની અસર વિવિધ ક્ષેત્રે જોવા મળી હતી. બપોરના 12 વાગ્યાની આસપાસ સંખ્યાબંધ લેપટોપ અને કોમ્પ્યુટર આપોઆપ બંધ થઈ ગયા હતા. આ આઉટેજને કારણે એરપોર્ટથી માંડીને સુપરમાર્કેટ, બેંકિંગ, સ્ટોક માર્કેટ્સની કામગીરી ઠપ્પ થઇ ગઈ છે.

ભારતમાં, ત્રણ એર કેરિયર્સ – IndiGo, SpiceJet અને Akasa Air – ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરી રહી છે, બુકિંગ, ચેક-ઇન અને ફ્લાઇટ અપડેટ્સને અસર થઇ છે.

આ ટેકનીકલ ખરાબીના કારણે ભારતમાં પણ વ્યાપક અસર થઇ છે. વિવિધ કંપનીઓમાં કામ કરવા માટે સિસ્ટમ પર બ્લુ સ્ક્રીન દેખાવ લાગી હતી. સ્ક્રીન પર એક મેસેજ પણ લખાયેલો જોવા મળી રહ્યો છે જેમાં લખ્યું હતું કે તમારી સિસ્ટમને રી સ્ટાર્ટ કરવાની જરૂર છે. બ્લુ સ્ક્રીન એરર, જેને બ્લેક સ્ક્રીન એરર અથવા STOP કોડ એરર, ત્યારે આવે છે જ્યારે Windows સાથેની ગંભીર સમસ્યા ઉભી થઇ હોય.

અહેવાલો અનુસાર, આ ખામીને કારણે, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં બેંકો અને સરકારી કચેરીઓમાં કમ્પ્યુટર અને લેપટોપ પણ બંધ થઈ ગયા. સોશિયલ મીડિયા યુઝર્સ આ આઉટેજ બાબતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

અહેવાલ મુજબ માઇક્રોસોફ્ટ 360, માઇક્રોસોફ્ટ વિન્ડોઝ, માઇક્રોસોફ્ટ ટીમ, માઇક્રોસોફ્ટ એઝ્યુર, માઇક્રોસોફ્ટ સ્ટોર અને માઇક્રોસોફ્ટ ક્લાઉડ-સંચાલિત સેવાઓમાં સમસ્યા ઉભી થઇ રહી છે. આઉટેજ ડિટેક્શન પ્લેટફોર્મ ડાઉન ડિટેક્ટરે પણ વિશ્વવ્યાપી આઉટેજની પુષ્ટિ કરી છે.

અહેવાલો અનુસાર આઉટેજને કારણે લંડન સ્ટોક એક્સચેન્જને અસર થઈ છે. અને યુ.એસ.ના કેટલાક રાજ્યોમાં 911 ઇમરજન્સી સેવાઓને પણ અસર થઇ છે. બ્રિટિશ ન્યૂઝ ચેનલ સ્કાય ન્યૂઝ બંધ થાઈ ગઈ. યુરોપની વાત કરીએ તો, બર્લિન એરપોર્ટે કહ્યું છે કે ટેકનિકલ સમસ્યાઓના કારણે ચેક-ઈનમાં વિલંબ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલીયાના મેલબોર્ન એરપોર્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમસ્યાને કારણે ઘણી એરલાઈન્સની ચેક-ઈન પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. વર્જિન ઓસ્ટ્રેલિયા એરલાઈનેએ કહ્યું છે કે આઉટેજને કારણે તમામ વિમાનોને સિડની એરપોર્ટ પર આવતા અને જતા અટકાવી દેવામાં આવ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો