ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

આગામી પાંચ વર્ષમાં પચાસ સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશેઃ ISROની સૌથી મોટી જાહેરાત

નવી દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ભારત જિયો ઈન્ટેલિજન્સ માહિતી એકઠી કરવા માટે આગામી પાંચ વર્ષમાં 50 સેટેલાઈટ્સ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ સેટેલાઇટ દ્વારા સૈન્યની હિલચાલ પર નજર રાખવાની અને હજારો કિલોમીટરના વિસ્તારની તસવીરો લેવાની ક્ષમતા સાથે અલગ-અલગ ભ્રમણકક્ષામાં ઉપગ્રહો ફરશે.

આ તમામ ઉપગ્રહ અલગ અલગ ઊંચાઇ પઓર્બિટમાં સેટ કરવામાં આવશે. ઉપગ્રહોને બહુવિધ ભ્રમણકક્ષામાં મૂકીને વધુ સારી રીતે દેખરેખ કરી શકાય છે. આ ઉપગ્રહોમાં સિન્થેટિક એપરચર ર રાખવામાં આવશે જેથી તે દુશ્મનોની હિલચાલ પર પણ નજર રાખશે. તેમજ સરહદો પર થતી ઘૂસણખોરી રોકવામાં પણ મદદ મળશે.

એટલું જ નહીં અમારા 50 અવકાશયાન તમામ પડોશી દેશો પર સતત નજર રાખશે, જેથી તેઓ આપણા દેશને હાનિ થાય તેવું કંઇ પણ કામ કરશે તો તરત જ તેની પર આપણી નજર જશે. તેનાથી સ્પેસ પાવર તરીકે ભારતની તાકાત વધશે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો કોઈપણ કાર્યવાહી કરતા પહેલા બે વાર વિચારશે કારણ કે ભારતીય ઉપગ્રહો તેમના પર નજર રાખી રહ્યા હશે. તેમજ જેવા આ ઉપગ્રહ માહિતી આપશે કે તરત જ ભારતીય સૈન્ય તેમની સામે કાર્યવાહી કરશે. આ ઉપગ્રહો AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સાથે પણ જોડાયેલા હશે. 


આ ઉપરાંત સોમનાથે જણાવ્યું હતું કે આ ઉપગ્રહોનું સ્તર જીઓસ્ટેશનરી ઇક્વેટોરિયલ ઓર્બિટ અને લોઅર અર્થ ઓર્બિટમાં સેટ કરવામાં આવશે. ઉપગ્રહોને બહુવિધ ભ્રમણકક્ષામાં મૂકીને વધુ સારી રીતે દેખરેખ કરી શકાય છે. આ ઉપગ્રહોમાં સિન્થેટિક એપરચર રડાર, થર્મલ કેમેરા, ઇન્ફ્રારેડ કેમેરા અને વિઝિબલ કેમેરા લગાવવામાં આવશે. જેથી આજુબાજુના તમામ કોઇપણ દેશોની હિલચાલ પર પણ નજર રાખી શકાશે.


સોમનાથે એમ પણ કહ્યું હતું કે આ ઉપગ્રહોની મદદથી માત્ર જાસૂસી જ નહીં પરંતુ દેશના વિકાસનો માર્ગ પણ ખુલશે. ઈસરો આ ઉપગ્રહોને લોન્ચ કરશે જેથી તે આસપાસ થઈ રહેલા તમામ પ્રકારના ફેરફારો પર નજર રાખી શકાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાઈફલ ચલાવવામાં પાવરધો છે ચીનનો આ ‘Dog’, શ્વાસ લીધા વિના જ… અભિનેત્રીઓ પણ ચેઇન સ્મોકર છે SRHની ઓનર કાવ્યા મારનનું કાર કલેક્શન જોશો તો… બોલ્ડ-સેક્સી ડ્રેસ પહેરવા પર ટ્રોલ થઇ ચૂકી છે આ અભિનેત્રીઓ