SpaDex: ઇતિહાસ રચવાથી માત્ર થોડા મીટર જ દૂર, હેંડશેક માટે નજીક આવ્યા બંને ઉપગ્રહ
નવી દિલ્હીઃ ઇસરોનું સ્પેસ ડોકિંગ એક્સપરિમેંટ (SpaDex) માટે અંતરિક્ષમાં મોકલવામાં આવેલા બે ઉપગ્રહ હવે માત્ર થોડા મીટર જ દૂર છે. ઈસરોએ આજે કહ્યું કે, એસડીએક્સ 01 (ચેઝર) અને એસડીએક્સ 02 (ટાર્ગેટ) ઉપગ્રહ સારી સ્થિતિમાં છે અને ડૉકિંગ માટે નજીક આવી રહ્યા છે. ઇસરોએ જણાવ્યું કે, સ્પેડેક્સ ઉપગ્રહ 15 મીટરના અંતરથી એકબીજાની શાનદાર તસવીરો અને વીડિયો લઇ રહ્યું છે. ઇસરોએ એક્સ પર પોસ્ટમાં લખ્યું, 15 મીટરનું અંતરથી અમે બંને એકબીજાને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. હવે અમે ડૉકિંગ માટે માત્ર 50 ફૂટ દૂર છીએ. આ મિશનનો હેતુ નાના અંતરિક્ષ યાનનો ઉપયોગ કરીને અંતરિક્ષમાં ડૉકિંગનું પ્રદર્શન કરવાનો છે.
Also read: ચંદ્રયાન-3 પછી હવે ભારતીયોની નજર ઇસરોના આ મિશન પર….
ઇસરોએ 30 ડિસેમ્બરે સ્પેસ ડૉકિંગ એક્સપરીમેંટ (સ્પેડેક્સ) મિશનને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. પીએસએલવી સી60 રૉકેટે બે નાના ઉપગ્રહો, એસડીએક્સ 01 (ચેઝર) અને એડીએક્સ 02 (ટાર્ગેટ) તથા 24 પેલોડને લઇ શ્રીહરિકોટ સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાં પ્રથમ લૉન્ચપેડથી ઉડાન ભરી હતી. ઉડાનની લગભગ 15 મિનિટ બાદ આશરે 220 કિલોગ્રામ વજનવાળા બે નાના અંતરિક્ષ યાને 475 કિમીની પરિભ્રમણ કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે.
ઇસરોએ કહ્યું એક જ મિશનના ઉદ્દેશને પૂરા કરવા માટે અનેક રોકેટ લૉન્ચ કરવાની જરૂર પડે ત્યારે આ ખૂબ ઉપયોગી છે. સ્પેડેક્સના સફળ પ્રદર્શનથી ભારત અમેરિકા, રશિયા અને ચીન બાદ આ સિદ્ધિ મેળવનારો ચોથો દેશ બની જશે. સ્પેસ ડૉકિંગ એક એવી પ્રક્રિયા છે જેમાં બે અંતરિક્ષ યાન કે સેટેલાઇટ એકબીજાની ખૂબ નજીક આવે છે અને એક સાથે જોડાઈ જાય છે. આ એક જટિલ ટેક્નોલોજી પ્રક્રિયા છે. જેમાં ખાસ કરીને અંતરિક્ષ અભિયાનોનો ઉપયોગ થાય છે. ડૉકિંગનો મુખ્ય હેતુ બે ઉપગ્રહોને એકબીજા સાથે જોડીને ડેટા શેર કરવા, પાવર સોર્સ જોડવા કે અન્ય વિશેષ મિશનને અંજામ આપવાનો હોય છે.