ISRO ચીફ સોમનાથે ‘Gaganyaan’ મિશનને લઈને આપ્યા મોટા સમાચાર
નવી દિલ્હી: ઈસરોના વડા એસ સોમનાથે સોમવારે ભારતના ગગનયાન મિશન અંગેના મહત્વના સમાચાર આપ્યા છે. ગગનયાન, દેશનો પ્રથમ માનવસહિત અવકાશ ઉડાન કાર્યક્રમ, 2026 ના અંત સુધીમાં શરૂ થવાની સંભાવના છે, એમ તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. માં રોકેટની પ્રથમ અનક્રુડ ટેસ્ટ ફ્લાઇટ આવતા વર્ષની શરૂઆતમાં યોજાય તેવી શક્યતા છે. .
આવતા વર્ષના પ્રારંભે થશે શરૂઆત
એસ સોમનાથે જણાવ્યું હતું કે ગગનયાન મિશન હેઠળ રોકેટની પ્રથમ માનવરહિત પરીક્ષણ ઉડાન આવતા વર્ષના પ્રારંભે શરૂ થશે. તમને જણાવી દઈએ કે ગગનયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ત્રણ દિવસના મિશન માટે અવકાશયાત્રીઓને પૃથ્વીથી 400 કિલોમીટર ઉપરની ભ્રમણકક્ષામાં મોકલીને ભારતની માનવ અવકાશ ઉડાન ક્ષમતાનું પ્રદર્શન કરવાનો છે.
Also read: ઈસરો દરરોજ 100 થી વધુ સાયબર એટેકનો સામનો કરી રહ્યું છે: ઈસરો પ્રમુખ એસ સોમનાથ
ભારત બની જશે ચોથો દેશ
ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે સમુદ્રમાં ઉતારવામાં આવશે અને પૃથ્વી પર પાછા લાવવામાં આવશે. જો 90 અબજ રૂપિયાનો આ સ્વદેશી સ્પેસ પ્રોજેક્ટ સફળ થશે તો સોવિયત યુનિયન, અમેરિકા અને ચીન પછી ભારત અવકાશમાં માનવ મોકલનાર ચોથો દેશ બની જશે.
Also read: ગગનયાન માટેનું પરીક્ષણ સફળ
IIT-ગુવાહાટીથી જાહેરાત
IIT-ગુવાહાટી ખાતે એક ઈવેન્ટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા એસ સોમનાથે કહ્યું, “અમે છેલ્લા ચાર વર્ષથી ગગનયાન પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છીએ. અમારું રોકેટ સંપૂર્ણ રીતે તૈયાર છે. આવતા વર્ષની શરૂઆતમાં પરીક્ષણ શરૂ થશે ” અમે આ વર્ષે ડિસેમ્બરમાં જ અમે તેની શરૂઆત કરવા ઈચ્છતા હતા, પરંતુ તકનીકી મુશ્કેલીઓના કારણે શેડ્યૂલને આગળ ધપાવવામાં આવી રહ્યું છે.”