ટોપ ન્યૂઝનેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

સોફ્ટ લેન્ડિંગના ચાર મહિના બાદ ઈસરોને ચંદ્રાયાન-3 વિશે મળી વધુ એક Good News…

નવી દિલ્હીઃ ભારતના ચંદ્રાયન-3ને લઈને ચાર મહિના પહેલાં દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ કરીને ઈતિહાસ રચી દીધા હતો અને એને કારણે આખી દુનિયામાં ભારતની વાહવાહી થઈ રહી છે, કારણ કે આવું કરનાર ભારત દુનિયાનો પહેલો દેશ બની ચૂક્યો છે. આ સફળતા બાદ હવે ચાર મહિના રહીને ઈસરોને વધુ એક ગુડ ન્યુઝ મળ્યા છે.

ચંદ્રાયન-3 માટે ઈસરોને પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. આઈસલેન્ડના હુસાવિક ખાતે આવેલા એક્સપ્લોરેશન મ્યુઝિયમ દ્વારા 2023નું લીફ એરિક્સન લુનાર પ્રાઈઝ પુરસ્કારથી સન્માનિત કરાયું છે. રેકઝાવિકમાં આવેલી ઈન્ડિયન એમ્બેસી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ બાબતની માહિતી આપવામાં આવી છે.

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સ્પેસ યાનનું પહેલું સોફ્ટ લેન્ડિંગ અને ચંદ્રની શોધમાં પ્રગતિ કરવા માટે તેમ જ ખગોળીય રહસ્ય સમજવા માટે ઈસરો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો માટે ઈસરોને આ માન આપવામાં આવ્યું છે, એવું ઈન્ડિયન એમ્બેસી દ્વારા જણાવવામાં આવ્યું છે.

પુરસ્કાર માટે પસંદગી કરવા બદ્દલ ઈસરોના ચીફ એસ. સોમનાથે આભાર માન્યો હતો અને તેમણે એક વીડિયો મેસેજ પણ પોસ્ટ કર્યો છે. ભારતની સ્પેસ એજન્સી ઈસરો વતીથી રાજદૂત બી શ્યામે આ પુસ્કાર સ્વીકાર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button