Instagram Down થવાથી યૂઝર્સ દુખી દુખીઃ એક્સ પર મીમ્સ વાઈરલ
મુંબઈઃ સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ તાજેતરમાં ડાઉન થવાને કારણે દુનિયાભરના યૂઝર્સે ચિંતા વ્યક્ત કરી હતી. ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાને કારણે યૂઝર્સને ઈન્સ્ટાગ્રામ ઓપન કરવામાં અને પોસ્ટ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. હજારો યૂઝર્સે એના અંગે રિપોર્ટ પણ કર્યો હતો. આજે સાંજના સવા પાંચ વાગ્યાથી લઈને લોકોને રાતના સાડા આઠ વાગ્યા સુધી ઈન્સ્ટાગ્રામ યૂઝ કરવામાં તકલીફ પડી રહી હોવાની ફરિયાદ કરી હતી.
ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થયું હોવાની માહિતી વેબસાઈટ ડાઉનડિટેક્ટરે પણ નોંધ્યું હતું. ડાઉન ડિટેક્ટરના અહેવાલ અનુસાર 2000થી વધુ યૂઝરે ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરી હતી.
આ અંગે અનેક યૂઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને એક્સ (ટવિટર) પર રિપોર્ટ કર્યો હતો, જેમાં મોટા ભાગના યૂઝર્સે લોગ ઈન અને હોમ ફિડમાં રિફ્રેશન કરવાની મુશ્કેલી પડી રહી હોવાની ફરિયાદ કરી હતી. જોકે, મેટા તરફથી આ અંગે સત્તાવાર કોઈ નિવેદન આપ્યું નહોતું. અહીં એ જણાવવાનું કે મેટાના ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મના દુનિયાભરના 20 કરોડથી વધુ લોકો એક્ટિવ યૂઝર છે. એપ્લિકેશનમાં મુશ્કેલીને કારણે યૂઝરે ફોટો અને વીડિયો પણ અપલોડ કરી શકતા નહોતા. આ અંગે અત્યાર સુધીમાં કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, પરંતુ ટેક્નિકલ મુશ્કેલી વધારે છે.
આ અંગે ડાઉનડિટેક્ટરે નોંધ્યું છે કે 27 ટકા યૂઝર્સે રિપોર્ટ કર્યો છે કે ઈન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ શેર કરવામાં મુશ્કેલી પડી રહી છે. 48 ટકા યૂઝર્સે જણાવ્યું હતું કે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે, જ્યારે 25 ટકા યૂઝર્સે કહ્યું હતું કે સર્વર એક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ અંગે એક્સ પર લોકોએ મીમ્સ પણ શેર કર્યા હતા, જ્યારે એક્સ ચાલતું હોવાથી લોકોએ ઈન્સ્ટાગ્રામ યૂઝર્સને મજા લીધી હતી.