તમારો ફોન હેક છે કે નહીં? આ રીતે કરો ચેક અને સાયબર ફ્રોડથી બચો, પછી કહેતાં નહીં કે કીધું નહોતું…

આજના સમયમાં મોબાઈલ ફોન એ દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી બની ગયું છે. એક સમય હતો કે જ્યારે માણસની ત્રણ જ મુળભૂત જરૂરિયાતો હતી રોટી, કપડાં ઔર મકાન. હવે બદલાતા સમયની સાથે રોટી, કપડાં અને મકાન સાથે મોબાઈલ અને ચાર્જર પણ માણસની મૂળભૂત જરૂરિયાતોમાં સામેલ થઈ ગઈ છે. પરંતું શું તમને ખબર છે કે સાઈબર ફ્રોડસ્ટર મોબાઈલ ફોન હેક કરીને તમારો પર્સનલ ડેટા ચોરી લે છે. આજે અમે અહીં તમને જણાવીશું કે કઈ રીતે તમે જાણી શકો છો કે તમારો મોબાઈલ ફોન હેક થયો છે કે નહીં? ચાલો જાણીએ…
મોબાઈલ ફોન આજના સમયમાં એક ઈમ્પોર્ટન્ટ ગેજેટ છે, જેમાં તમારી પર્સનલ ઈન્ફોર્મેશન જેવી કે બેંક ડિટેઈલ્સ, પ્રાઈવેટ ફોટો, બેંકિંગ ડિટેઈલ્સ, ટ્રાન્ઝેક્શન માટેના ઓટીપી વગેરે ગોય છે. જો તમારો સાઈબર ક્રિમીનલ્સ તમારો મોબાઈલ ફોન હેક કરીને તે તમારી તમામ સેન્સેટિવ ઈન્ફોર્મેશનનો દુરૂપયોગ કરીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે. આવી સ્થિતિમાં એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે તમારો મોબાઈલ ફોન હેક થયો છે કે નહીં.
સાઈબર ક્રિમીનલ્સ તમારો ફોન હેક કરવા માટે જાત જાતના નુસખાઓ અપનાવે છે. આજે અમે તમને અહીં એ જણાવવા જઈ રહ્યા છીએ કે તે કઈ રીતે તમારા ફોનને હેકિંગથી બચાવી શકો છો-
યુએસએસડી કોડ્સ છે મહત્ત્વના-
વાત જાણે એમ છે કે મોબાઈલ ફોન માટે કેટલાક યુએસએસડી કોડ્સ (USSD Codes) હોય છે. જેની મદદથી તમે કેટલીક સર્વિસ ચેક કરી શકો છો. આ સાથે સાથે જ આ કોડ્સની મદદથી તમે એને બ્લોક પણ કરી શકો છો.
કોલ ફોર્વર્ડિંગ ચેક કરો-
- સૌથી પહેલાં તો તમારો મોબાઈલ ફોનને ઓપન કરીને ડાયપેડ પર *#21# ડાયલ કરો અને કોલનું બટન પ્રેસ કરો.
- કોલિંગ બટન દબાવતા જ મોબાઈલ સ્ક્રીન પર ફોર્વર્ડની ડિટેઈલ્સ જોવા મળશે.
- જો કોઈએ ચોરી છુપીથી તમારા કોલ ફોર્વર્ડ્સ કર્યા હશે તો તેની ડિટેઈલ્સ મોબાઈલ સ્ક્રીન પર જોવ મળશે.
- જો કોલ ફોર્વર્ડિંગ નહીં થયા હશે તો સ્ક્રીન પર નોટ ફોર્વર્ડેડ એવો મેસેજ જોવા મળશે.
કોલ ફોર્વર્ડિંગને આ રીતે રોકો
કોલ ફોર્વર્ડિંગ થયું છે કે નહીં એ ચેક કરી લીધા બાદ જો તમારા કોલ ફોર્વર્ડ થયા હોય તો તેને કઈ રીત રોકવું એ જાણવું પણ ખૂબ જ જરૂરી છે, એટલે હવે આપણે એ વિશે જાણીશું. કોલ ફોર્વર્ડ સર્વિસને રોકવું ખૂબ જ સરળ હોય છે. આ માટે ડાયલ પેડ પર *#2# ડાયલ કરો અને કોલિંગ બટન દબાવો.
આ સિવાય કેટલાક કંડિશનલ ફોર્વર્ડ કોલ પણ હોય છે. જેમ કે જો તમારો ફોન બિઝી છે, કોલ ના ઉઠાવવામાં આવે, મોબાઈલ આઉટ ઓફ રીચ હોય ત્યારે વગેરે વગેરે. પરંતુ આ માટેના નંબર્સ અલગ અલગ હોય છે.
અન્ય મહત્વના કોડ્સ
હેકર્સ ક્યારેક અલગ-અલગ સ્થિતિમાં કોલ ટ્રાન્સફર કરે છે, તેને પણ તમે નીચેના કોડ્સથી ચેક કરી શકો છો:
*#62# : જ્યારે ફોન ‘આઉટ ઓફ રીચ’ હોય ત્યારે કોલ ક્યાં જાય છે તે જાણવા.
*#67# : જ્યારે તમે કોઈ બીજા કોલ પર બિઝી હોવ ત્યારે કોલ ફોર્વર્ડ થાય છે કે નહીં તે જોવા.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરો, જેથી તેઓ કોઈ પણ મુશ્કેલીમાંથી બચી શકે. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો.



