ગ્રોકએઆઈમાં નવું ટેક્સ ટુ વિડીયો ફીચર એડ, ગુગલ અને ઓપન એઆઈને આંચકો | મુંબઈ સમાચાર

ગ્રોકએઆઈમાં નવું ટેક્સ ટુ વિડીયો ફીચર એડ, ગુગલ અને ઓપન એઆઈને આંચકો

કેલીફોર્નીયા : એલન મસ્કે ફરી એક વાર ગુગલ અને ઓપન એઆઈને આંચકો આપ્યો છે. મસ્કે હવે ગ્રોકએઆઈમાં નવું ટેક્સ ટુ વિડીયો ફીચર એડ કર્યું છે. આ ફીચર ટેક્સ કમાન્ડ પર વિડીયો ક્રિએટ કરી આપશે.

જે ગુગલના વેઓ-૩, અને ઓપન એઆઈના સોરા એઆઈને ટક્કર આપશે. એલન મસ્કે આ ફીચરનું નામ ઈમેજીન રાખ્યું છે. એટલે કે આ ફીચર તમારી કલ્પનાના આધારે વિડીયો જનરેટ કરી આપશે.

આપણ વાંચો: મસ્કે જાહેરમાં ઈવીએમ હેક કરીને બતાવવું જોઈએ

લેટેસ્ટ લાર્જ લેંગ્વેજ મોડલ પર કાર્ય કરશે

આ અંગે એલન મસ્કે એક્સ હેન્ડલ પર માહિતી શેર કરી છે. જેમાં મસ્કે કહ્યું છે કે યુઝર્સ તેમના એક્સ હેન્ડલને અપડેટ કરીને નવા ઈમેજીન ફીચરનો ઉપયોગ કરી શકશે. જોકે, હાલમાં ગ્રોક ઈમેજીન ફીચર માટે યુઝર્સને વેટલિસ્ટમાં રાખવામાં આવશે. ગ્રોકનું આ ફીચર ટેક્સ્ટ કમાન્ડ પર સારો વિડીયો બનાવી આપશે. આ ફીચર ગ્રોકના લેટેસ્ટ લાર્જ લેંગ્વેજ મોડલ પર કાર્ય કરશે.

https://twitter.com/elonmusk/status/1951517198666903776

યુઝર્સ માત્ર 6 સેકન્ડમાં વિડીયો કલીપ બનાવી શકશે

GrokAI Text to Video Feature

જેમીની વેઓ-૩ અને સોરાની જેમ જ આમાં પણ ટેક્સ્ટ કમાન્ડના આધારે વિડીયો જનરેટ કરવામાં આવશે. જોકે, ગ્રોકએઆઈ અને ઇમેજીનમાં એક નવું કલેવર એડ કરવામાં આવશે. જેમાં યુઝર્સ માત્ર 6 સેકન્ડમાં વિડીયો કલીપ બનાવી શકશે. જોકે, આ ફીચરને લઈને વિવાદ પણ ઉભો થયો છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે આના લીધે અશ્લીલતાને પ્રોત્સાહન મળશે.

આપણ વાંચો: ભારતના આ પ્રધાનની એલન મસ્કે કેમ માફી માગી, જાણો હકીકત?

ગ્રોક એઆઈમાં વેલેન્ટાઈન મોડમાં પણ એડ કરવામાં આવ્યો

જેમાં હાલમ એક્સના પ્રીમીયમ યુઝર્સને હાલમાં ગ્રોક એઆઈ ઇમેજીનના ફીચરના બેટા એકસેસ આપવામાં આવશે. હાલમાં કંપની પસંદગી યુઝર્સને આ સુવિધા આપશે. તેમાં પહેલા બેટા ઈમેજીન માટે બીટા એકસેસ આપવામાં આવશે.

આ ઉપરાંત ગ્રોક એઆઈમાં વેલેન્ટાઈન મોડમાં પણ એડ કરવામાં આવ્યો છે. આ ફીચરને બીટા એકસેસમાં પણ પ્રીમીયમ યુઝર્સને આપવામાં આવશે. વેલેન્ટાઈન મોડમાં એક ઇમેજનરી કેરેક્ટર છે. જેની સાથે યુઝર્સ સંવાદ કરીને પોતાના દિલની વાત કરી શકશે. જે યુઝર્સના ડિજીટલ ફ્રેન્ડની જેમ કામ કરશે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button