વિજ્ઞાન અને ટેકનોલોજી

Cyber Crimeને નાથવા સરકારે ત્રણ લાખથી વધુ SIM કર્યા Block, શું તમારું સિમ તો…

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે સાયબર સ્કેમ (Cyber Scam) પર પકડ કડક કરવા માટે કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કર્યા છે.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે ઘણી ગેરકાયદેસર વેબસાઈટ મળી આવી છે, જે ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન અને અન્ય પ્રકારના ફ્રોડ/સ્કેમ સાથે જોડાયેલી છે. ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે પોલીસે 3.2 લાખ સિમ કાર્ડ અને 49,000 IMEIની જાણ કરી, ત્યારબાદ સરકારે આ સિમ કાર્ડ્સને બ્લોક કરવાનો નિર્ણય કર્યો.

વધુમાં મંત્રી જણાવે છે કે ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (14C) અંતર્ગત કામ કરતી સીટીઝન ફાઈનેન્શિયલ સાયબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમને લગભગ 11.28 લાખ ફરિયાદો મળી છે. આ ફરિયાદ સાયબર ફ્રોડ સંબંધિત હતી અને વર્ષ 2023માં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દાખલ કરવામાં આવી હતી.

જો તમારું SIM card અથવા મોબાઇલ ડિવાઇસ કોઈપણ પ્રકારની સાયબર ક્રાઈમ એક્ટિવિટીમાં સંડોવાયેલું જોવા મળે છે, તો તમારું સિમ કાર્ડ બ્લોક થવા ઉપરાંત, તમારે જેલ જવું પડી શકે છે. આટલું જ નહીં, જો કોઈ અન્ય વ્યક્તિએ તમારા નામે SIM ખરીદ્યું હોય અથવા તમે કોઈ અન્ય વ્યક્તિને ઉપયોગ કરવા માટે સિમ કાર્ડ આપ્યું હોય, તો ખાતરી કરો કે તે કયા હેતુ માટે તે નંબરનો ઉપયોગ કરે છે.

જો તમે કોઈ પણ પ્રકારની સાઇબર ફ્રોડને લગતી ફરિયાદ કરવા માંગો છો તો ઓનલાઈન પોર્ટલ નેશનલ સાયબર ક્રાઈમ (https://cybercrime.gov.in/) અસ્તિત્વમાં છે. અહીં તમે ફાઈનાન્શિયલ ફ્રોડ, મહિલાઓ/બાળકો સંબંધિત ગુનાઓ અને અન્ય સાયબર ગુનાઓની ફરિયાદો નોંધાવી શકો છો. આ સિવાય 1930 પર કોલ કરીને પણ તમે ફરિયાદ નોંધાઈ શકો છો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…