ગૂગલનું AI મેજિક એડિટર ફીચર હવે બધા એન્ડ્રોઇડ ફોનમાં મળશે

ગૂગલે ગયા વર્ષે પિક્સેલ 8 સિરીઝ સાથે ગૂગલ ફોટોઝ માટે નવું પિક્ચર એડિટિંગ ફંક્શન મેજિક એડિટર ફીચર રજૂ કર્યું હતું. આ ફિચર સેમસંગના કેટલાક ફોનમાં પણ ઉપલબ્ધ હતું. હવે ગુગલે બધા એન્ડ્રોઇડ ફોન વપરાશકર્તાઓ માટે આ મેજિક એડિટર અને એડિટીંગ ફીચર ફ્રીમાં ઓફર કર્યું છે.
જો તમે Google Pixel અથવા Samsung ફોન યુઝર છો, તો લેટેસ્ટ વર્ઝન 6.85 પર અપડેટ કર્યા પછી, તમે Google Photos એપમાં Magic Editor ફીચર જોશો. Google Pixel ફોનમાં મફતમાં ઉપલબ્ધ છે. અહીં તમે જોઇએ એટલા અગણિત ફોટોને મફતમાં એડિટ અને સેવ કરી શકો છો.ગુગલ અને સેમસંગનું ટાઇ અપ હોવાથી તમે આ ફોનમાં પણ અગણિત ફોટો મફતમાં એડિટ અને સેવ કરી શકો છો. જોકે, અન્ય એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ માટે Magic Editor ફીચરથી તમે દર મહિને માત્ર 10 ફોટા મફતમાં એડિટ અને સેવ કરી શકશો. એનાથી વધુ ફોટો એડિટ કરવા મેજિક એડિટર સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમારે Google One પ્રીમિયમ પ્લાન ખરીદવો પડશે.
મેજિક એડિટર ફીચર દ્વારા તમે ઈમેજના કોઈ હિસ્સાને હટાવી શકો છો, ખસેડી શકો છો અથવા તેનું કદ બદલી શકો છો. તમે ફોટામાં કોઈપણ બિનઆકર્ષક પદાર્થ કાઢી શકો છો. વ્યક્તિની સ્થિતિ બદલી શકે છે અથવા ઑબ્જેક્ટનું કદ ઘટાડી શકે છે. અહીં ઑબ્જેક્ટને એડિટ કરવા માટે, તમે તેને ટેપ કરીને, ચક્કર લગાવીને અથવા બ્રશ કરીને પસંદ કરી શકો છો.
Magic Editor ફીચર કેવી રીતે વાપરશો
સૌથી પહેલા ગુગલ ફોટોઝમાં જઇ જે ફોટો તમારે Edit કરવો છે એને select કરો.
પછી Magic Editor option સિલેક્ટ કરો
કયું એડિટીંગ ટૂલ વાપરવું છે એને સિલેક્ટ કરો.
ફોટામાંની જે વસ્તુ એડિટ કરવી છે તેના પર ટેપ કરો.
હવે તમે એ ઑબ્જેક્ટને રિમુવ કરી શકશો, રિસાઇઝ કરી શકશો. એની જગ્યા બદલી શકશો.
આસપાસની લાઇટિંગ અને બૅકગ્રાઉન્ડમાં ફેરફાર કરી શકશો.
મેજિક એડિટ સિવાય, ગુગલ Google Photos એપમાં અન્ય ઘણા નવા એડિટ ફીચર્સ બહાર પાડી રહ્યું છે. જેમાં મેજિક ઈરેઝર, અનબ્લર, પોટ્રેટ બ્લર, પોટ્રેટ લાઈટ, સ્કાય સજેશન, કલર પોપ, એચડીઆર ઈફેક્ટ, સિનેમેટિક ફોટોઝ, વિડીયો ઈફેક્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ સુવિધાઓ વાપરવા માટે મફત છે. પરંતુ, Googleનું કહેવું છે કે તે હજુ પ્રારંભિક તબક્કામાં છે.
Also Read –