નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજીસ્પેશિયલ ફિચર્સ

Google તમારા પર વોચ રાખી રહ્યું છે, આજે ફોનમાં આ સેટિંગ ઓન કરી લો, નહીંતર…

આજના ડિજિટલ વર્લ્ડમાં ગૂગલ એ મોસ્ટ ફેવરેટ સર્ચ એન્જિન બની ગયું છે અને એમાં પણ ખાસ કરીને આજની યંગ જનરેશન તો કોઈ પણ સમસ્યા કે સવાલ હોય તેનો ઉકેલ ગૂગલ પાસે જ માંગે છે. પરંતુ શું તમને ખબર છે કે મુસીબતમાં કામમાં આવતું ગૂગલ જ તમારા માટે મુસીબતનું કારણ પણ બને છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ.
તમારી જાણ માટે કે ગૂગલ તમારી દરેક હિલચાલ પર નજર રાખે છે. તમે તમારા ફોનમાં જે કંઈ પણ એપ કે વસ્તુઓ યુઝ કરો છે એ બધાની માહિતી ગૂગલ પાસે પહોંચી જાય છે. એમાં પણ ખાસ કરીને એન્ડ્રોઈડ યુઝર્સની માહિતી તો ગૂગલ પાસે ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે. પણ જો તમે ચાહો તો તમે તમારી જાતને ગૂગલથી બચાવી શકો છો, જાણવું છે કઈ રીતે? ચાલો જાણીએ, આ માટે તમારે તમારા ફોનમાં કેટલીક સેટિંગ ઓન કરવી પડશે અને બસ તમારી માહિતી ગૂગલ પાસે નહીં પહોંચે…

આ પણ વાંચો :ગૂગલને મોટો ફટકો: અમેરિકાની કોર્ટે ગૂગલને મોનોપોલિસ્ટ ગણાવ્યું, જાણો શું છે મામલો

⦁ સૌથી પહેલાં તો તમારા સ્માર્ટ ફોનમાં ગૂગલ ક્રોમ બ્રાઉઝર ઓપન કરો
⦁ હવે તેની ઉપરની બાજુએ આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, અહીં તમને સેટિંગનો ઓપ્શન મળશે
⦁ આ સેટિંગ પર ટેપ કરીને આગળના પેજ પર નીચે સ્ક્રોલ કરો અને સાઈટ સેટિંગવાળા ઓપ્શન પર ટેપ કરો, બીજું પેજ ઓપન થશે
⦁ આ પેજ પર નીચે ઓન ડિવાઈસ સાઈટ ડેટાનું ઓપ્શન આપશે, જેના પર ક્લિક કરીને તમે એક બીજા પેજ પર પહોંચી જશો
⦁ અહીં તમને એક ઓપ્શન દેખાશે જેને ઈનેબલ કે ડિસેબલ કરવાનો ઓપ્શન દેખાશે. જો આ ઓપ્શન ઈનેબલ હોય તો તેને ડિસેબલ કરી દો
⦁ બસ આ સિમ્પલ સ્ટેપ્સથી તમારી કોઈ પણ માહિતી ગૂગલ સુધી નહીં પહોંચે અને તમારી પ્રાઈવસી બ્રીચ નહીં થાય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button