તમે પણ Google Map પર આંખો બંધ કરીને તો ભરોસો નથી કરતાં ને? આંખો ખોલી નાખશે આ સ્ટોરી…

આજકાલનો જમાનો ગૂગલનો છે અને દરેક સમસ્યાના સમાધાન માટે લોકો ગૂગલબાબાને સવાલ પૂછે છે. પરંતુ જરૂરી નથી કે દરેક વખતે આ ગૂગલબાબા તમને સાચો જવાબ આપે. ગૂગલ અને ગૂગલ મેપ્સના મોટા બ્લન્ડર વિશે તો આપણે અનેક વખત વાંચી ચૂક્યા છીએ. તમે પણ જો કોઈ જગ્યાએ કે લોકેશન વિશે જાણવા માટે જો ગૂગલ મેપ્સ પર આધાર રાખો છો અમે અહીં તમારા માટે કેટલાક એવા કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેને કારણે તમારી આંખો ખુલી જશે.
ગૂગલ મેપના બ્લન્ડરની વાત કરીએ તો સૌથી તાજો કિસ્સો તો રાજસ્થાનનો છે. રાજસ્થાનમાં રીટ એક્ઝામ આપવા જઈ રહેલાં કેન્ડિડેટ્સ ગૂગલ મેપને કારણે રસ્તો ભૂલી ગયા હતા અને તેઓ એક ગેટને બદલે બીજા ગેટ પર પહોંચી ગયા હતા. આ ગેટથી બીજા ગેટ સુધી પહોંચવા માટે જેટલો સમય લાગ્યો એટલા સમયમાં તો એક્ઝામ શરૂ પણ થઈ ગઈ હતી. કેટલાક કેન્ડિડેટ્સ તો એવા પણ હતા જેઓ માત્ર 30 સેકન્ડ મોડા પહોંચ્યા અને તેમને પરિક્ષા આપતા રોકવામાં આવ્યા હતા.
ગૂગલ મેપ દ્વારા વાટવામાં આવેલા બીજા ભાંગરાની વાત કરીએ તો પાંચમી ફેબ્રુઆરીના એક સમાચાર સામે આવ્યા હતા યુપીથી. યુપીમાં એક યુવક ગૂગલ મેપને કારણે રસ્તો ભટકી ગયો અને તેની કાર ખેતરમાં જઈને ફસાઈ ગઈ. જ્યારે યુવકે મદદ માટે ગુહાર લગાવી તો તેની મુશ્કેલીઓ વધી ગઈ. વાત જાણે એમ છે મદદ કરવા માટે આવેલા લોકોએ તેને લૂંટી લીધો. આ લોકોએ તેનો મોબાઈલ અને કાર લઈને ફરાર થઈ ગયા હતા.
થોડા ફ્લેશબેકમાં જઈએ અને વાત કરીએ ડિસેમ્બર, 2024ની તો આ કિસ્સામાં તો ગૂગલ મેપને કારણે એક તો એક યુવકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ યુવક પોતાના મિત્ર સાથે બાઈક પર દિલ્હીથી ધામપુર આવી રહ્યો હતો. ગૂગલ મેપે નહટૌર પાસે તેને ખોટો રસ્તો દેખાડ્યો અને જેને કારણે તેની બાઈક ઈલેક્ટ્રિક પોલ સાથે ટકરાઈ ગઈ. આ એક્સિડન્ટમાં યુવકનું મૃત્યુ થયું જ્યારે તેનો મિત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો.
આ પણ વાંચો : ‘જાના થા નેપાળ પહોંચ ગયે બરેલી’ ગૂગલ મેપે ફ્રેન્ચ સાયકલીસ્ટને ગોથે ચડાવ્યા…
ગૂગલ મેપને કારણે થયેલાં બ્લન્ડરની વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ કે ગૂગલ મેપનો ઉપયોગ કરતી વખતે રાખવી પડતી સાવધાની વિશે તો ગૂગલ મેપ પર સંપૂર્ણપણે ભરોસો કરવાનું ટાળો. આસપાસના રસ્તા અને લોકો પર પણ ધ્યાન આપો. એવું ના બને કે તમે ખોટા રસ્તે જાવ અને ભટકી જાવ. જો તમે કોઈ સુનસાન રસ્તા પર પ્રવાસ કરી રહ્યા છો તો વાહનની સ્પીડ વધારે ના રાખો, નહીં તો તમને કારને કન્ટ્રોલ કરવામાં મુશ્કેલી પડશે. ડ્રાઈવ કરતી વખતે રસ્તા પર સતત નજર રાખો જેથી એક્સિડન્ટથી બચી શકાય.