વિજ્ઞાન અને ટેકનોલોજી

હવે ફોટો બતાવી તમને કોઇ ઉલ્લુ નહીં બનાવી શકે

ગૂગલે લોન્ચ કર્યું પિક્ચર ફેક્ટ ચેક ટુલ

Google દ્વારા હાલમાં જ ફોટો ફૅક્ટ ચેક ફીચર લૉન્ચ કરવામાં આવ્યું છે, જેની મદદથી તમે સોશિયલ મીડિયા પર વાઈરલ થનાર ફેક ફોટોની ઓળખ સરળતાથી કરી શકો છો. ગૂગલે તમારી આ સુવિધાને ફૅક્ટ ચેક ટૂલનું નામઆપ્યુ છે, જેની મદદથી તમે ઇન્ટરનેટ પર કોઈ પણ ફોટો ફૅક્ટ ચેક કરી શકો છો.

ફેક્ટચેક ટૂલ કેવી રીતે હશે ?
આ ટૂલની મદદથી યુઝર્સ કોઈપણ ફોટોની હિસ્ટ્રી અને મેટાડેટાની મદદથી તેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી શકશે. ગૂગલે તેના એક બ્લોગપોસ્ટમાં કહ્યું છે કે તમે ગૂગલ ઇમેજ રિઝલ્ટમાં અથવા સર્ચ રિઝલ્ટમાં ઇમેજ પર ત્રણ પોઇન્ટ પર ક્લિક કરીને આ ટૂલનો ઉપયોગ કરી શકો છો.


આ ટૂલ યુઝરને એ જોવામાં મદદ કરશે કે Google સર્ચ દ્વારા કોઈ ઈમેજ અથવા તેના જેવી ઈમેજ પહેલીવાર ક્યારે જોવામાં આવી હતી અને તે અન્ય વેબ પેજ પર ઘણા સમય પહેલા પ્રકાશિત કરવામાં આવી હતી કે કેમ.


વપરાશકર્તાઓ અન્ય પૃષ્ઠો પર આ ઇમેજનો ઉપયોગ કેવી રીતે થાય છે તે પણ જોઈ શકે છે અને સમાચાર અને હકીકત-તપાસ કરતી વેબસાઇટ્સ તેના વિશે શું કહે છે તે પણજાણી શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, આ માહિતી ઇમેજ વિશે કરવામાં આવતા દાવાઓનું મૂલ્યાંકન કરવામાં અને અન્ય સ્રોતોમાંથી પુરાવા એકત્ર કરવામાં પણ મદદરૂપ થશે.

ઇમેજ ટૂલ અંગે, ટેકનો નિષ્ણાતે પણ પુષ્ટિ કરી હતી કે માન્ય પત્રકારો અને ફેક્ટ-ચેકર્સ ‘ફેક્ટચેક ક્લેમ સર્ચ API’સાથે આ ટૂલની મદદથી છબીઓ વિશે વધુ માહિતી માટે URLઅપલોડ અથવા કૉપી કરી શકે છે. ગૂગલ કંપની ડેટા સ્ત્રોતની વિગતો મેળવવા માટે જનરેટિવ AI સાથે પણ પ્રયોગ કરી રહી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button