વિજ્ઞાન અને ટેકનોલોજી

હવે ભારતીય ભાષાઓમાં AI ટૂલ્સ ઉપલબ્ધ થશે

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ પીએમ મોદીનો આભાર માન્યો

નવી દિલ્હીઃ PM નરેન્દ્ર મોદીએ સોમવારે Google અને Alphabet CEO સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારતમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈકોસિસ્ટમને વિસ્તારવા માટે Googleની યોજનાઓ વિશે વિગતવાર ચર્ચા કરી છે. પીએમ મોદી અને સુંદર પિચાઈએ ભવિષ્યની વિવિધ યોજનાઓ વિશે પણ વાત કરી હતી. મીટિંગ બાદ સુંદર પિચાઈએ સોશિયલ મીડિયા પર પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

વડા પ્રધાન મોદીએ ભારતીય મૂળના સુંદર પિચાઈ સાથે વાત કરતાં Googleની ભાવિ યોજનાઓની ચર્ચા કરી હતી. PM એ ભારતમાં Chromebooks બનાવવા માટે HP સાથે Googleની ભાગીદારીની પણ પ્રશંસા કરી. ગૂગલની 100 ભાષાઓની પહેલની પ્રશંસા કરવા ઉપરાંત, પીએમ મોદીએ ભારતીય ભાષાઓમાં AI ટૂલ્સ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોને વધુ પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે ગુડ ગવર્નન્સ માટે AI ટૂલ્સ પર કામ કરવા માટે પણ ગુગલને પ્રોત્સાહિત કર્યું હતું.

વડાપ્રધાન મોદીએ ગાંધીનગરમાં ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT) ખાતે તેનું ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલવાની Googleની યોજનાને આવકારી હતી.


પિચાઈએ GPay અને UPIની શક્તિ અને પહોંચનો લાભ લઈને ભારતમાં નાણાકીય સમાવેશને સુધારવાની Google ની યોજનાઓ વિશે વડા પ્રધાનને માહિતી આપી. તેમણે ભારતના વિકાસના માર્ગમાં યોગદાન આપવા માટે Googleની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો હતો. વડા પ્રધાન મોદી દ્વારા AI સમિટ પર આગામી વૈશ્વિક ભાગીદારીમાં યોગદાન આપવા માટે Google ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2023માં નવી દિલ્હીમાં AI સમિટનું આયોજન કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…