‘….તો હું એપલના ડિવાઈસીસ પર પ્રતિબંધ લગાવી દઈશ’ ઈલોન મસ્કે Apple ને આપી ધમકી
અમેરિકન બિલિયોનેર ઈલોન મસ્ક(Elon Musk) વિવાદાસ્પદ નિવેદનો આપીને સતત લાઈમલાઈટમાં રહેવા માટે જાણીતા છે. એવામાં તેમણે આઇફોન મેન્યુફેક્ચર કરતી કંપની Apple અને Chat GPTની પેરેન્ટ કંપની Open AI અંગે ધમકીભર્યું નિવેદન આપતા ટેકનોલોજી જગતમાં ખળભળાટ મચી ગયો છે. ઈલોન મસ્કે ચેતવણી આપતા કહ્યું કે જો ઓપરેટિંગ સિસ્ટમ સ્તરે એપલ અને ઓપનએઆઇ કરે ડીલ કરશે છે તો તેઓ તેમની કંપનીઓમાં Apple ડિવાઈસ પર પ્રતિબંધ મૂકશે.
નોંધનીય છે કે તાજેતરમાં જ એપલે જાહેર કર્યું છે કે કંપની તેના ડિવાઈસ અને એપ્સમાં ChatGPT ટેક્નોલોજી લાવવા માટે માટે પાર્ટનરશીપ કરી રહી છે, એપલના એપ્સ અને ઓપરેટિંગ પ્લેટફોર્મ ChatGPT AI સુવિધાઓ મળશે.
Read more: Elon Musk ભારત પ્રવાસ રદ કર્યો, જાણો કારણ…
ઈલોન મસ્કએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “આ સિક્યોરીટીનું ઉલ્લંઘન છે, જેને સ્વીકારી ના શકાય, મારી કંપનીના વિઝીટર્સના એપલ ઉપકરણોને દરવાજા પર તપાસવા પડશે, જેને ફેરાડે કેજમાં રાખવા પડશે.”
એપલે કહ્યું કે AIના ઉપયોગ વખતે પ્રાઈવસીનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે અને ડીવાઇમાં સુવિધાઓ વધારવા માટે ઓન-ડિવાઈસ પ્રોસેસિંગ અને ક્લાઉડ કમ્પ્યુટિંગના ઉપયોગ કરશે.
ઈલોન મસ્કએ કહ્યું, “આ વાહિયાત વાત છે કે એપલ પોતાનું AI બનાવવા માટે પૂરતી સ્માર્ટ નથી, તેમ છતાં દાવો કરે છે કે OpenAIથી તમારી સિક્યોરિટી અને પ્રાઈવસીને સુરક્ષિત રાખશે!”
Read more: મંગળ ગ્રહ પર માનવ વસવાટનું સ્વપ્ન પૂર્ણ થવાની શક્યતા, Starship નું સફળ પરીક્ષણ
કન્સલ્ટિંગ ફર્મ ક્રિએટિવ સ્ટ્રેટેજીસના સીઈઓ બેન બજારિને જણાવ્યું હતું કે, કોઈ પણ મસ્કનું અનુસરણ કરશે તેવી શક્યતા નથી, એપલ લોકોને શિક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે પ્રાઈવેટ ક્લાઉડ ડિવાઈસ પર ડેટા રાખવા જેટલું જ સુરક્ષિત છે.