જ્યારે પૃથ્વી પર દિવસ 24 નહીં માત્ર 6 કલાકનો હતો! સામે આવ્યું ચોંકાવનારું કારણ… | મુંબઈ સમાચાર
વિજ્ઞાન અને ટેકનોલોજી

જ્યારે પૃથ્વી પર દિવસ 24 નહીં માત્ર 6 કલાકનો હતો! સામે આવ્યું ચોંકાવનારું કારણ…

અત્યારે આપણો બધાનો દિવસ 24 કલાકનો છે અને તમે તમારી આસપાસ ઘણા લોકોને એવું કહેતાં સાંભળ્યા હશે કે ભાઈ એટલું કામ છે કે દિવસના 24 કલાક ઓછો પડે છે, કે પછી ભગવાન 25 કલાકનો દિવસ કરી દે ને તો મેળ પડી જાય… પણ જો તમને કોઈ કહે કે એક સમય એવો પણ હતો કે જ્યારે દિવસ 24 નહીં પણ 6 જ કલાકનો હતો તો એ વાત માનવામાં આવે ખરી? સાંભળવામાં ભલે વિચિત્ર લાગે, પણ આ હકીકત છે. ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

આપણા જીવનમાં અનેક એવી વાતો કે રહસ્ય છે કે જેના વિશે આપણે ગમે એટલો જાણવાનો પ્રયાસ કરીએ પણ તેનો તાગ નથી મેળવી શકાતો. અનેક રહસ્યો તો એવા છે કે જે અનંત કાળથી ચાલ્યા આવ્યા છે અને કદાચ આપણા બાદ પણ આ વસ્તુ આ જ રીતે ચાલી આવશે. આપણે ભલે આપણે જે પૃથ્વી પર વસીએ છીએ તેનું રહસ્ય ના જાણી શકીએ પણ કંઈક નવું જાણી કે શિખી તો શકીએ જ છીએ. આજે અમે અહીં તમને આવા જ એક રહસ્ય વિશે જણાવીએ-

આ પણ વાંચો: વિશેષ: માત્ર પૃથ્વી પર જ નહીં, એ ગ્રહ પર પણ જીવન છે?

એવું કહેવાય છે કે જ્યારે ધરતી બની ત્યારે એક દિવસ 24 કલાકનો નહીં પણ છ જ કલાકનો હતો. આવું અમે નહીં પણ દુનિયાની જાણીતી સ્પેસ એજન્સી નાસા (NASA) કહી રહી છે. નાસા દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર 100 વર્ષથી ધરતી પર એક દિવસ 0.0017 સેકન્ડ લાંબો થઈ રહ્યો છે. એજન્સીએ આ પાછળનું કારણ આપતા જણાવ્યું હતું કે નાસાની ક્લાઈમેટ કિડ્સ વેબસાઈટ પર આપવામાં આવી છે.

વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આજથી આશરે 460 કરોડ વર્ષ પહેલાં પૃથ્વીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ત્યારે દિવસ 24 કલાકનો નહીં પણ છ કલાકનો હતો. નાસાએ પૃથ્વીની ફરવાની ગતિને એનું કારણ ગણાવ્યું હતું. એજન્સીના જણાવ્યા અનુસાર નિર્માણથી અત્યાર સુધીમાં પૃથ્વીની ફરવાની ગતિ ઓછી થતી ગઈ છે.

આ પણ વાંચો: અવકાશમાંથી કેવી રીતે પૃથ્વી પર પરત ફરે છે અવકાશયાત્રી, જાણો સમગ્ર પ્રક્રિયા

પૃથ્વીની ફરવાની ગતિ મંદ પડવાનું કારણ ચંદ્ર છે. ચંદ્રથી નીળનારા તરંગો ધરતી પર પડે અને ઉઠે છે, જેને કારણે એક ફોર્સ ક્રિયેટ થાય છે જે પૃથ્વીની ગતિ ઓછી કરે છે. આપણે અવારનવાર સાંભળ્યું હશે કે ધરતી ગોળ છે, પરંતુ હકીકતમાં એવું નથી. ભૂમધ્ય રેખા પાસે ધરતી 0.3 ટકા પહોળી છે અને આ વધારે નથી. જ્યારે ફોટોમાં જુઓ છો ત્યારે તે ગોળ દેખાય છે.

નાસા એવું પણ કહ્યું હતું કે જો ધરતી બિલકુલ સ્મુધ અને એક જેવી હોત તો ગ્રેવિટી દરેક જગ્યાએ સમાન હતી. પરંતુ અહીં પર્વત, સમુદ્ર, ખીણ અને વિવિધ પ્રકારના ભૂખંડ છે, એટલે ગુરુત્વાકર્ષણ બળ પણ દરેક જગ્યાએ બદલાય છે અને એટલે ગ્રેવિટી એનોમેલિઝ કહેવાય છે.

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button