નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

ISROએ ફરી આપ્યા ખુશ ખબર, ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું

બેંગલુરુ: ચંદ્રયાન-3 મિશન અંગે ઈસરોએ મહત્વના સમાચાર આપ્યા છે. ચંદ્રયાન-3 ના પ્રોપલ્શન મોડ્યુલે સફળતાપૂર્વક તેનું મિશન પૂર્ણ કર્યું છે અને પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે.

ઈસરોએ કહ્યું, એક અનોખા પ્રયોગમાં, ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ, જે ચંદ્રની પરિક્રમા કરી રહ્યું હતું, તે હવે પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછું ફર્યું છે. ઈસરોએ આ સફળતાના ફાયદા પણ સમજાવ્યા છે. ઈસરોએ કહ્યું કે પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રમાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા લાવવાથી આગામી મિશનની યોજના બનાવવામાં મદદ મળશે. જો કે આ મોડ્યુલ માટે સોફ્ટવેર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે.


પૃથ્વી અવલોકનો માટે SHAPE પેલોડ વહન કરવાનું ચાલુ રાખવા માટે પ્રોપલ્શન મોડ્યુલને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરીથી દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો હેતુ પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની સપાટી પર દુર્ઘટનાગ્રસ્ત થતા અથવા પ્રવેશતા અટકાવવાનું હતું.


ચંદ્રયાન-3 મિશનનો પ્રાથમિક ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક સોફ્ટ લેન્ડિંગ કરવાનો હતો અને વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન પર સાધનોનો ઉપયોગ કરીને પ્રયોગો હાથ ધરવાનો હતો. ચંદ્રયાન 14 જુલાઈના રોજ LVM3-M4 થી લોન્ચ કરવામાં આવ્યું હતું. 23 ઓગસ્ટના રોજ, વિક્રમ લેન્ડરે ચંદ્ર પર તેનું ઐતિહાસિક લેન્ડિંગ કર્યું અને ત્યારબાદ પ્રજ્ઞાન રોવરને ચંદ્રની ધરતી પર ઉતારવામાં કરવામાં આવ્યું હતું.


હાલમાં પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી રહ્યું છે. તેણે 22 નવેમ્બરના રોજ 1.54 લાખ કિલોમીટરના અંતરે સ્થિત પ્રથમ પેરીજી પાર કરી હતી. ઈસરોએ કહ્યું કે આ ભ્રમણકક્ષામાં રહેવાનો સમયગાળો 13 દિવસનો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button