વિજ્ઞાન અને ટેકનોલોજી

BSNLએ વધાર્યું Jio, Airtelનું ટેન્શન, આ ટેકનિકથી સિમ વગર જ થશે કૉલિંગ

નવી દિલ્હીઃ સેટેલાઈટ કમ્યુનિકેશન કંપની વિયાસતે ડાયરેક્ટ ટુ ડિવાઈસ સેટેલાઈટ કનેક્ટિવિટી પ્રદર્શિત કરી છે. ખાસ વાત એ છે કે ટ્રાયલ સફળ રહી અને ભારત માટે ગર્વનો વિષય પણ બન્યોછે. બીએસએનએલ સાથે પાર્ટનરશિપરમાં વિયાસતે સેટેલાઈટ પાવર્ડ અને એસઓએસ મેસેજિંગનું કમર્શિયલ એન્ડ્રોઈડ સ્માર્ટફોન પર ટ્રાયલ કર્યુ છે. આ ટ્રાયલ ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2024 દરમિયાન કરવામાં આવ્યું હતું. બંને કંપનીએ તેમના સંયુક્ત નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરી છે. વિયાસતે કહ્યું, તેં તેમના પાર્ટનર્સ સાથે કામ કરી રહી છે. ભારતમાં બીએસએનલએલ આ લિસ્ટમાં છે. આ સમગ્ર ટ્રાયલ સેટેલાઇટ સર્વિસના કસ્ટમર અને આઈઓટી ડિવાઈસ માટે કરવામાં આવી છે.

ટ્રાયલ દરમિયાન શું જોવા મળ્યું
વિયાસત તરફથી કહેવામાં આવ્યું કે, આ ટ્રાયલ ટૂ વે અને એસઓએસ મેસેજિંગ વાળી હતી. તેને કમર્શિયલ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર કરવામાં આવી હતી. આ એનટીએન કનેક્ટિવિટી માટે કરવામાં આવી. ટ્રાયલ દરમિયાન 36 હજાર કિલોમીટરના અંતરથી ટ્રાંસમિટ કરવામાં આવ્યું હતું. ઓફિશિયલ રિલીઝમાં કહેવામાં આવ્યું કે, પરિણામ બતાવે છે કે વિયાસત સેટેલાઇટ નેટવર્કનો ઉપયોગ કરીને સેલ ફોન કનેક્ટિવિટી સક્ષમ છે અને તેની મદદથી આસાનીથી કનેક્ટ કરી શકાય છે. ખાસ વાત એ છે કે તેનો બિઝનેસના હેતુથી પણ ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો : તમે પણ મોબાઈલ 100 ટકા ચાર્જ કરવાનો આગ્રહ રાખો છો? આજે જ બંધ કરી દો…

તમામ ડિવાઈસને કરી શકાય છે કનેક્ટ
વિયાસત કહે છે કે ડાયરેક્ટ ટુ ડિવાઈસ કનેક્ટિવિટી બિલકુલ નવી ટેકનિક છે. જે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ કે કાર ઈન્ડસ્ટ્રિયલ મશીનરી અને ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને સેટેલાઈટ નેટવર્કથી કનેક્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી તમામ ડિવાઈસને કનેક્ટ કરવામાં મદદ કરે છે. ખાસ વાત એ છે કે તમે તેને ગમે ત્યાંથી કનેક્ટ કરી શકો છો.

વિયાસતે કહ્યું કે, બીએસએનએલ સાથે પાર્ટનરશિપ બાદ અમારા માટે શ્રેષ્ઠ નેટવર્ક પૂરું પાડવું આસાન થઈ ગયું છે. આ સ્થિતિમાં તેનો એક વ્યક્તિ, ડિવાઈસ કે વ્હીકલ માટે ઉપયોગ કરવામાં આવે તો પણ કંઈ ફરક પડતો નથી. આ સ્થિતમાં ભારત માટે તે ખાસ નેટવર્ક બની શકે છે. જો આમ થશે તો વોડાફોન, એરટેલ, જિયોની ચિંતા વધશે.

Back to top button
ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને? TOP INSPIRATIONAL QUOTES FROM RATAN TATA

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker